UP: કાસગંજમાં કલમ 144 લાગુ, છાપરા પર મશીનગન ફરજંદ કરવામાં આવી

તંત્ર દ્વારા સાવચેતીનાં ભાગરૂપે કોઇ પણ પ્રકારની રેલી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, અસામાજીક તત્વો પર નજર રાખવામાં આવી રહી છે

UP: કાસગંજમાં કલમ 144 લાગુ, છાપરા પર મશીનગન ફરજંદ કરવામાં આવી

આગરા : ઉતરપ્રદેશના કાસગંજ (Kasganj Violence) મા ગત વર્ષે ગણતંત્ર દિવસ  દરમિયાન ભડકેલી હિંસાને જોતા આ વખતે તંત્ર દ્વારા અત્યારથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં કોઇ પણ પ્રકારની રેલી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. સાવચેતીનાં પગલા રૂપે સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ દળને ફરજંદ કરી દેવાયો છે. પોલીસે ફ્લેગ માર્ચ રિહર્સલની સાથે કોઇ પણ પ્રકારની અપ્રિય સ્થિતીને પહોંચી વળવા માટે ધાબા પર લાઇટ મશીનગન લગાવી દીધી છે. 

ગત વર્ષે ત્રિરંગા યાત્રા દરમિયાન હિંસા ભડકી હતી. હિંસામાં ગોળી ચાલતા ચંદન ગુપ્તા નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ વર્ષે ચંદનનાં પરિવારજનો ત્રિરંગા યાત્રા કાઢવા માંગતા હતા, પરંતુ તંત્રએ તેમને પરવાનગી આપી દીધી છે. 

આરોપીએ બંધુક સાથે ફેસબુક પર પોસ્ટ મુકી હતી
ગત્ત વર્ષે ગણતંત્ર દિવસ પ્રસંગે કાસગંજમાં થયેલી હિંસાના આરોપીએ ફેસબુક પર બંદુક સાથેની તસ્વીર પોસ્ટ કરી ચે. આ પોસ્ટ સાથે તેણે ભડકાઉ વાતો પણ લખી છે. પોલીસે સાવચેતીના ભાગરૂપે આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. કાસગંજના સીઓ ગબેન્દ્ર પાલ ગૌતમે જણાવ્યું કે, વિશાલ ઠાકુર અને અનુકલ્પ ચૌહાણ નામના બે યુવકોને સોશિયલ મીડિયા દ્વારા શાંતિભંગ કરવાનો પ્રયાસ કર્યો છે. આ બંન્ને વિરુદ્ધ શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


(ગત્ત ગણતંત્ર દિવસમાં મૃત્યુ પામેલ ચંદન)

કાસગંજના એસપી અશોક કુમારે જણાવ્યું કે, આ વખતે વિસ્તારમાં કોઇને પણ ત્રિરંગા યાત્રા કાઢવાની પરવાનગી આપવામાં આવી નથે. પોલીસ ગણતંત્ર દિવસ પ્રસંગે કોઇ પણ અપ્રિય ઘટના થવા દેવા નથી માંગતી. જેની સંપુર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારમાં છાપરાઓ પર 13 લાઇટ મશીનગન ફરજંદ કરવામાં આવી છે. 

વિસ્તારના અસામાજિક તત્વો પર આકરી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ગત વર્ષે ત્રિરંગા યાત્રામાં ગોટાળા કરનારા 26 લોકોની ઓળખ કરવામાં આવી છે. સુરક્ષામાં કોઇ ચુક ન થાય તે માટે સમગ્ર જિલ્લાને 2 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. તેમાં 8 સેક્ટર્સ અને 85 ડ્યુટી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. આ પોઇન્ટ્સ પર પોલીસ કર્મચારીઓ સાથે મેજીસ્ટ્રેટને ફરજંદ કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news