Amritpal Singh: અમૃતસરમાં હંગામાનો 'માસ્ટર માઈન્ડ', જાણો કોણ છે અમૃતપાલ સિંહ

Amritpal Singhના નેતૃત્વમાં, સેંકડો સમર્થકો તલવારો અને અન્ય હથિયારો સાથે અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશનમાં એકઠા થયા. તેઓએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. જ્યારે પ્રદર્શનકારીઓએ પોલીસ પરિસરમાં ધરણા કર્યા ત્યારે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.

Amritpal Singh: અમૃતસરમાં હંગામાનો 'માસ્ટર માઈન્ડ', જાણો કોણ છે અમૃતપાલ સિંહ

Who is Amritpal Singh: ખાલિસ્તાન સહાનુભૂતિ ધરાવતા અમૃતપાલ સિંહના સમર્થકોએ ગુરુવારે પંજાબના અમૃતસર જિલ્લામાં પોલીસ સાથે અથડામણ કરી અને તેમના એક સાથીની ધરપકડનો વિરોધ કરતા પોલીસ પરિસરમાં ઘૂસી ગયા. પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સમર્થકો વિરુદ્ધ એક વ્યક્તિના અપહરણનો કેસ નોંધ્યો હતો.

રૂપનગર જિલ્લાના ચમકૌર સાહિબના રહેવાસી વરિન્દર સિંહના કથિત અપહરણ અને હુમલો કરવા બદલ અમૃતપાલ સિંહ અને તેમના સમર્થકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે અમૃતપાલ સિંહે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ધમકી આપી હતી કે તેઓ પણ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી જેવું જ ભાગ્ય પામશે.

કોણ છે અમૃતપાલ સિંહ?
દુબઈથી પરત ફરેલા અમૃતપાલ સિંહ, અભિનેતા અને કાર્યકર્તા દીપ સિદ્ધુ દ્વારા સ્થાપિત 'વારિસ પંજાબ દે' સંસ્થાના વડા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એક માર્ગ અકસ્માતમાં સિદ્ધુનું મૃત્યુ થયું હતું. અમૃતપાલ સિંહનો જન્મ વર્ષ 1993માં અમૃતસરના જલ્લુપુર ખેડામાં થયો હતો. 12મા સુધી અભ્યાસ કર્યા બાદ 2012માં તેનો આખો પરિવાર દુબઈ રહેવા ગયો હતો. આરોપ છે કે અમૃતપાલ ખાલિસ્તાની ચળવળને બળ આપી રહ્યો છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આશંકા વ્યક્ત કરી હતી કે ISIની ઉશ્કેરણી પર અમૃતપાલ સિંહને પંજાબમાં ફરીથી ખાલિસ્તાનનો મુદ્દો ઉશ્કેરવા માટે દુબઈથી પંજાબ મોકલવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news