જમ્મુમાં આતંકીઓ સામે બાથ ભીડતા મહિલા ઓફિસરનો VIDEO થયો વાઈરલ

જમ્મુ ક્ષેત્રના રામબન જિલ્લાના થોર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણ પહેલાનો વીડિયો સામે આવ્યો છે.

જમ્મુમાં આતંકીઓ સામે બાથ ભીડતા મહિલા ઓફિસરનો VIDEO થયો વાઈરલ

નવી દિલ્હી: જમ્મુ ક્ષેત્રના રામબન જિલ્લાના થોર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણ પહેલાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એસએસપી અનીતા શર્મા હાથમાં માઈક લઈને ઘરમાં છૂપાયેલા આતંકીઓને સરન્ડર કરવાનું કહેતા જોવા મળે છે. 

વીડિયોમાં અનીતા શર્મા કહે છે કે ઓસામા...ઓસામા તમારી બધા સાથે વાત કરાવીશું, તમે બહાર આવો. અમે છીએ તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમને કોઈ અડશે નહીં. બહાર આવો. સિવિલિયનને પહેલા બહાર મોકલો. વેપન (હથિયાર) સહિ, તમામ હથિયારો તેની સાથે બહાર મોકલી દો. 

— ANI (@ANI) September 28, 2019

ત્યારબાદ તેઓ કહે છે કે ઓસામા તને 15 મિનિટ અપાઈ હતી. તારો ટાઈમ પૂરો થયો. હવે બહાર આવો બધા. ઓસામા અમે પહેલા જ કહ્યું હતું કે 15 મિનિટનો ટાઈમ આપ્યો છે, જે પૂરો થઈ ગયો છે હવે બહાર આવો.

જો કે આતંકીઓએ એસએસપીની અપીલ અવગણીને ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 3 આતંકીઓ માર્યા ગયાં. આતંકીઓ એક ઘરમાં ઘૂસી ગયા હતાં અને ત્યાં હાજર રહેલા લોકોને બંધક બનાવી લીધા હતાં. ત્યારબાદ બંધકોને છોડાવી લેવાયા હતાં પરંતુ આ દરમિયાન ફાયરિંગમાં એક જવાન શહીદ થઈ ગયો અને બે પોલીસકર્મીઓ ઘાયલ થયાં. 

જુઓ LIVE TV

માર્યા ગયેલા આતંકીઓ હિજબુલ મુજાહિદ્દીનના આતંકીઓ હતાં. તેમની પાસેથી હથિયારો અને ગોળાબારૂદ જપ્ત કરાયા છે. પોલીસે કહ્યું કે તેમણે ચિનાબ ઘાટીમાં એકવાર ફરીથી આતંકવાદને પુર્ન જીવિત કરવાના હેતુ સર ઘૂસણખોરી કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news