પાણી મુદ્દે સમગ્ર દેશમાં હાહાકાર: મહારાષ્ટ્રમાં લોકો રસ્તા પર ઉતર્યા

હાલ તો ઉનાળાની શરૂઆતે જ આ પરિસ્થિતી છે તો જ્યારે ઉનાળો પોતાની ચમરસીમા પર પહોંચશે તો શું થશે ? 

પાણી મુદ્દે સમગ્ર દેશમાં હાહાકાર: મહારાષ્ટ્રમાં લોકો રસ્તા પર ઉતર્યા

નવી દિલ્હી : ગરમી હાલ પોતાની ચરમ સીમા પર છે. સૂરજ તપવાનાં કારણે પારો ચઢવા લાગ્યો છે. ગરમી ચાલુ થતાની સાથે જે દેશનાં ઘણા હિસ્સાઓમાં પાણીનું સંકટ પેદા થઇ ગયું છે. ઘણા સ્થળો પર લોગો પાણી મુદ્દે સામ સામે આવતા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રનાં ઓરંગાબાદમાં તો પાણી નહી મળવાનાં કારણે લોકો પરેશાન થઇ ચુક્યા છે અને એટલા ત્રસ્ત થઇ ગયા છે કે રસ્તા પર ઉતરીને તોફાનો કરવા લાગ્યા છે. 

ઘણા સરકારી વાહનોમાં તોડફોડ પણ કરી હતી. લોકોનો આરોપ છે કે ટેંકરો દ્વારા પાણી સપ્લાઇ થઇ રહ્યું છે, પરંતું 18 દિવસનાં અંતરે. મહારાષ્ટ્ર ઉપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સાનાં ઘણા હિસ્સાઓમાં પણ પાણીની સમસ્યાનાં સમાચરો આવવા લાગ્યા છે. ઘણા સ્થળો પર લોકો દુષીત પાણી પીવા માટે મજબુર છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ઘણા સ્થળો પર ટેંકર રાજ ચાલી રહ્યુ છે. 

નિષ્ણાંતોનું કહેવું છે કે, હાલ તો ગર્મીની શરૂઆત છે. ગર્મી હવે જ્યારે પોતાનાં પ્રચંડ રૂપે આવશે તો શું પરિસ્થિતી સર્જાશે. સૌથી વધારે સમસ્યા હાલ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઓરિસ્સામાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રનાં ઓરંગાબાદનાં ખુલ્દાબાદનાં લોકો ઘણા દિવસોથી પાણી માટે તરસી રહ્યા છે. લોકોને જ્યારે હોબાળો ચાલુ કર્યો તો 18 દિવસ બાદ પાણીનું ટેન્કર મોકલવામાં આવ્યું છે. જો કે ટેંકરમાં દૂષીત પાણી હતું. જેથી ભડકેલા લોકોએ તંત્ર વિરુદ્ધ નારેબાજી કરી હતી. પોલીસે જ્યારે ટોળાને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો તો લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news