WB Election 2021: મમતા બેનર્જીને ચૂંટણી પંચની વધુ એક નોટિસ, હવે તેમના પર લાગ્યા આ આરોપ

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) મુશ્કેલીઓમાં વધારો થયો છે

WB Election 2021: મમતા બેનર્જીને ચૂંટણી પંચની વધુ એક નોટિસ, હવે તેમના પર લાગ્યા આ આરોપ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) મુશ્કેલીઓમાં વધારો થયો છે. ચૂંટણી પંચે (Election Commission) મમતા બેનર્જીને ચૂંટણી ડ્યૂટી પર તૈનાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સામે કથિત ટિપ્પણી કરવા માટે નોટિસ ઇશ્યૂ કરી છે.

10 એપ્રિલ સુધી આપવાનો રહેશે મમતા બેનર્જીને જવાબ
ચૂંટણી પંચ (Election Commission) તરફથી ગુરૂવાર રાત્રે નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય દળની (Armed Forces) સામે ટિપ્પણી કરી મમતા બેનર્જીએ ભારતીય દંડ સંહિતાના અનેક કલમનું ઉલ્લંઘન કર્યું છે. મુખ્યમંત્રીને શનિવારના દિવસે 11 વાગ્યા સુધીમાં નોટિસનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. પંચે કહ્યું કે, મમતા બેનર્જીના (Mamata Banerjee) ખોટા, ભડકાઉ અને તીખા નિવેદનોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેન્દ્રીય અર્ધસૈનિક દળોની ગરિમાનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે.

કેન્દ્રીય દળો પર લગાવ્યો હતો મતદારોને ડરાવવાનો આરોપ 
મમતા બેનર્જીએ (Mamata Banerjee) એક ટ્વીટમાં ટ્વીટ કરી કેન્દ્રિય દળો પર મતદારોને ડરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યું, 'કેન્દ્રીય દળોનો વ્યાપકપણે દુરૂપયોગ યથાવત ચાલુ છે. વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો હોવા છતાં, ચૂંટણી પંચ મૌન દર્શક બની રહ્યું છે, જ્યારે કેન્દ્રિય દળોનો (Armed Forces) ઘણી જગ્યાએ દુરૂપયોગ કરવામાં આવી રહ્યા છે, ટીએમસી (TMC) મતદારોને ખુલ્લેઆમ ડરાવવા અને એક પક્ષની તરફેણમાં મત આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય મમતા બેનર્જીએ કહ્યું, 'જ્યાં સુધી સીઆરપીએફ ભાજપ માટે કામ કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી હું તેમની દખલગીરી સામે બોલતી રહીશ.'

અમિત શાહે મમતા બેનર્જી પર સાધ્યું નિશાન
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) શુક્રવારે મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું હતું કે, કેન્દ્રિય દળો સામે તેમનો ગુસ્સો વિધાનસભાની ચૂંટણીમાં 'સરળ હાર'ને લઇ તૃણમૂલ કોંગ્રેસની (TMC) નિરાશાનો પુરાવો છે. તેમણે કહ્યું કે, 'મેં કોઈ મુખ્યમંત્રી અથવા કોઈ રાજકીય પક્ષના અધ્યક્ષને આવા શબ્દોનો ઉપયોગ કરતા ક્યારેય જોયા નથી. જેવા કે મમતા બેનર્જી (Mamata Banerjee) કેન્દ્રીય દળોની વિરુધ્ધ કરી રહ્યા છે. શું તે અરાજકતા ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે? શું તે અવ્યવસ્થાની સ્થિતિ ઉભી કરવા માંગે છે?'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news