Weather Forecast: 72 કલાક ભારે! આ વિસ્તારોમાં ઠંડી, વરસાદ-હિમવર્ષાની ત્રિપુટી જીવવું ભારે કરશે, અપાયું એલર્ટ

Gujarat Weather Forecast: ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં એકવાર ફરીથી હવામાનમાં પલટો જોવા મળશે. જાણો ગુજરાત માટે શું કરાઈ છે આગાહી. 

Weather Forecast: 72 કલાક ભારે! આ વિસ્તારોમાં ઠંડી, વરસાદ-હિમવર્ષાની ત્રિપુટી જીવવું ભારે કરશે, અપાયું એલર્ટ

Gujarat Weather Forecast: ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. જો કે હવે એકવાર ફરીથી તડકો પણ જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં એકવાર ફરીથી હવામાનમાં પલટો જોવા મળશે. ભારતીય હવામાન ખાતા (IMD) ના જણાવ્યાં મુજબ 10 માર્ચની રાતથી પશ્ચિમી હિમાલયી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપશે. જેના કારણે જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 10થી 12 માર્ચની વચ્ચે વરસાદ અને હિમવર્ષા થશે. 

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં સાત માર્ચના રોજ વરસાદ તથા હિમવર્ષાની આગાહી છે. આ ઉપરાંત ઓડિશામાં 7થી 9 માર્ચ, સબ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં 7થી 8 માર્ચના રોજ હળવો વરસાદ પડશે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડશે. દિલ્હીમાં પારો ગગડીને 9 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ માર્ચના પહેલા અઠવાડિયામાં 3 દિવસથી ન્યૂનતમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વાતાવરણ વાદળછાયું રહેશે. 

અન્ય ભાગોમાં હવામાન
આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં પણ હવામાન પલટાઈ શકે છે. આ સાથે જ આ વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના છે. મધ્ય પ્રદેશ છત્તીસગઢ સહિત કેરળ, કર્ણાટક, તમિલનાડુ, ગોવા અને મહારાષ્ટ્રમાં પણ હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આ દરમિયાન મૌસમ સૂકું રહેશે. આ સાથે તાપમાનમાં વધારો પણ જોવા મળશે. આકાશ સ્વચ્છ રહેશે, તડકો નીકળશે. 

આગામી 24 કલાક કેવું રહેશે વાતવરણ
સ્કાઈમેટ વેધર મુજબ આગામી 24 કલાક દરમિયાન 7 માર્ચના રોજ પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા તથા 8 માર્ચના રોજ એક કે બે જગ્યાએ વરસાદ કે હિમવર્ષાની શક્યતા છે. અરુણાચલ પ્રદેશમાં હળવા વરસાદ અને બરફવર્ષાની શક્યતા છે. ઉત્તરી ઓડિશા અને દક્ષિણી કેરળમાં કેટલાક સ્થળો પર હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં દિવસ અને રાતનું તાપમાન આગામી 24થી 48 કલાક સુધી સામાન્યથી નીચું રહેશે અને ત્યારબાદ વધવાનું શરૂ થઈ શકે છે. 

ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને સાંજે ઠંડી લાગે જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થાય છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવનને કારણે વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડશે. સાથે જ કાચા મકાનોને પણ ખતરો ઉભો થશે. એમાંય જો સાવ હલકા છાપરા હશે મકાન પર તો એ હવામાં પણ ઉડી શકે છે. આ અમે નથી કહી રહ્યાં આ દિશા તરફ ઈશારો કરી રહી છે હવામાનની આગાહી. 

પવન ફૂંકાશે
આગાહી એવી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. લગભગ 35 કિલો મીટરની આસપાસ પવનની ગતિ રહેશે. ખાસ કરીને આગામી ત્રણ દિવસ બાદ રાજ્યભરના મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. તેની સાથે જ લઘુતમ તાપમાનમાં પણ વધારો થતા ગરમીનું પ્રમાણ વધે એવી શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉત્તર પશ્ચિમી અને ઉત્તર દિશા તરફથી પવનની ગતિ રહેશે તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં 25થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. તદુપરાંત અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં પવનની દિશા ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશા તરફથી રહેશે. હવામાન વિભાગ દ્વારા આવનાર દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને ગુજરાતના વાતાવરણ વિશે આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે, આગામી 5 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ એકદમ સુકું રહેશે તથા વરસાદની કોઈ આગાહી નથી. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે પરંતુ, તેને કારણે કમોસમી વરસાદની આગાહી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news