Weather Forecast Today: બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહ્યું છે 'મોચા', આ રાજ્યોમાં પડશે ધોધમાર વરસાદ

એપ્રિલ બાદ હવે મે મહિનાનું પહેલું અઠવાડિયું પણ પસાર થઈ ચૂક્યું છે. આમ છતાં હજુ પણ મે-જૂનવાળી ગરમી જોવા મળી રહી નથી. જેના કારણે બજારમાં પણ એસી અને કૂલરનો ધંધો ઠપ પડ્યો છે. વારંવાર પડી રહેલા વરસાદના કારણએ હજુ સુધી પારો સામાન્ય જોવા મળી રહ્યો છે. દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં સોમવારે પણ વરસાદ પડ્યો. જેના  કારણે તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નીચે ગગડી ગયો. 
Weather Forecast Today: બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહ્યું છે 'મોચા', આ રાજ્યોમાં પડશે ધોધમાર વરસાદ

Cyclone Mocha Latest Updates: એપ્રિલ બાદ હવે મે મહિનાનું પહેલું અઠવાડિયું પણ પસાર થઈ ચૂક્યું છે. આમ છતાં હજુ પણ મે-જૂનવાળી ગરમી જોવા મળી રહી નથી. જેના કારણે બજારમાં પણ એસી અને કૂલરનો ધંધો ઠપ પડ્યો છે. વારંવાર પડી રહેલા વરસાદના કારણએ હજુ સુધી પારો સામાન્ય જોવા મળી રહ્યો છે. દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં સોમવારે પણ વરસાદ પડ્યો. જેના  કારણે તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નીચે ગગડી ગયો. 

15 મે સુધી પડશે વરસાદ
એપ્રિલ અને હવે મે મહિનામાં આ કમોસમી વરસાદ વૈજ્ઞાનિકો માટે પણ અચંબાનો વિષય બન્યો છે. અનેક વર્ષો બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતની જગ્યાએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહી છે. જેના પગલે સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે વરસાદની આ સ્થિતિ 15મી મે સુધી જોવા મળી શકે છે. હવામાન વિભાગની તાજા અપડેટ મુજબ વરસાદ છતા દિલ્હી એનસીઆરમાં હવે તાપમાનમાં વધારાનો સિલસિલો જોવા મળશે. 

બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળું ક્ષેત્ર
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ બંગાળની ખાડી ઉપર એક ઓછા દબાણવાળું ક્ષેત્ર વિક્સ્યુ છે. જેના પગલે 9મી મે સુધી હવાનું દબાણ વધી શકે છે અને લગભગ ઉત્તર બાજુ વધતા એક ચક્રવાતી તોફાનના સ્વરૂપમાં તીવ્ર થઈ શકે છે. 

એજન્સીના જણાવ્યાં મુજબ 10મી મેના રોજ એક ઉષ્ણકટિબંધીય તોફાન તેજ થશે. આ તોફાન બંગાળની ખાડીની ઉપર આગળ વધીને ઉત્તર પૂર્વ તરફ વળી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન તોફાન ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળ તટની નજીક આવી શકે છે. બાંગ્લાદેશમાં પણ તોફાનના પ્રકોપની આશંકા  બનેલી છે. 

આ જગ્યાઓ પર પડી શકે છે વરસાદ
જો દેશમાં આગામી 24 કલાકના હવામાનની વાત કરીએ તો આંદમાન નિકોબાર દ્વિપ સમૂહના દક્ષિણી ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ધીરે ધીરે તે સમગ્ર આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહને કવર કરશે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને આંદમાન સાગારમાં સમુદ્રની સ્થિતિ ખુબ ખરાબ થશે અને સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠશે. 

ઊંચા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
તામિલનાડુ, દક્ષિણ અને તટીય કર્ણાટક (કાંઠા વિસ્તારો), કેરળ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડે છે. ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, મધ્ય ઉત્તર પ્રદેશ, લક્ષદ્વિપ, તેલંગણા, વિદર્ભ, મરાઠાવાડા, અને આંધ્ર પ્રદેશમાં હળવો વરસાદ શક્ય છે. આગામી 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં એક કે બે સ્થળો પર હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news