ઓવેસીએ કહ્યું- અમે તમને મુસ્લિમ બનાવી દઈશું, દાઢી રાખવા પર કરી દઈશું મજબૂર

હરિયાણાના ગુરૂગ્રામમાં એક મુસ્લિમ યુવકની બળજબરીપૂર્વક દાઢી કાપવાના મામલે એઆઇએમઆઇએમ પ્રમુખ અસદ્દીન ઓવૈસીનું વિવાદીત નિવેદન આવ્યું છે. હંમેશા નિવેદનોથી ચર્ચામાં રહેનાર ઓવૈસીએ ફરી એકવાર કંઇક એવું કહ્યું છે કે, જેના પર વિવાદ થવો નક્કી છે. ગુરૂગ્રામમાં 2 ઓગસ્ટના રોજ થયેલી આ ઘટના પર નિવેદન આપતાં ઓવૈસીએ તે લોકો પર નિશાન સાધ્યું, જેમને કથિત રીતે એક મુસ્લિમ યુવકની દાઢી કપાવી દીધી હતી. 

ઓવેસીએ કહ્યું- અમે તમને મુસ્લિમ બનાવી દઈશું, દાઢી રાખવા પર કરી દઈશું મજબૂર

નવી દિલ્હી: હરિયાણાના ગુરૂગ્રામમાં એક મુસ્લિમ યુવકની બળજબરીપૂર્વક દાઢી કાપવાના મામલે એઆઇએમઆઇએમ પ્રમુખ અસદ્દીન ઓવૈસીનું વિવાદીત નિવેદન આવ્યું છે. હંમેશા નિવેદનોથી ચર્ચામાં રહેનાર ઓવૈસીએ ફરી એકવાર કંઇક એવું કહ્યું છે કે, જેના પર વિવાદ થવો નક્કી છે. ગુરૂગ્રામમાં 2 ઓગસ્ટના રોજ થયેલી આ ઘટના પર નિવેદન આપતાં ઓવૈસીએ તે લોકો પર નિશાન સાધ્યું, જેમને કથિત રીતે એક મુસ્લિમ યુવકની દાઢી કપાવી દીધી હતી. 

હૈદ્વાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે જેમણે આ બધુ કર્યું છે, હું તેમને અને તેમના પિતાને કહેવા માંગું છું કે જો તમે અમારા ગળા પણ કાપી દેશો તો પણ અમે મુસ્લિમ રહીશું. હાં અમે તમને જરૂર મુસ્લિમ બનાવી દઈશું અને તમને દાઢી રાખવા પર મજબૂર કરી દઈશું. જોકે પહેલીવાર નથી, જ્યારે ઓવૈસીએ આ પ્રકારનું નિવેદન આપ્યું હોય.

— ANI (@ANI) August 6, 2018

શું છે ગુરૂગ્રામનો મામલો
હરિયાણાના ગુરૂગ્રામમાં બળજબરીપૂર્વક એક મુસ્લિમ યુવકની દાઢી કાપવા અને તેની સાથે મારઝૂડનો મામલો સામે આવ્યો છે. પીડિત જ્યારે ફરિયાદ લઇને સંબંધિત પોલીસ મથક પહોંચ્યો તો પહેલાં પોલીસે આનાકાની કરતી રહી અને પછી પોલીસે કેસ દાખલ કર્યો. આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘટના ગુરૂગ્રામના સેક્ટર 37ની છે. જ્યાં કેટલાક લોકોએ જફરૂદ્દીન નામના યુવકને પકડી લીધો અને તેની સાથે ગેરવર્તણૂંક કરી તેને એક નાઇની દુકાનમાં લઇ જઇ અને તેની જફરૂદ્દીની દાઢી કાપવા માટે કહ્યું. નાઇએ તેની દાઢી કાપવાની મનાઇ કરી. તેમણે જફરૂદ્દીનને દુકાનમાં મુકેલી સીટથી બાંધી દીધો. ઘટનાને અંજામ આપીને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો. 

જફરૂદ્દીનની દાઢી કાપવાના મામલે પોલીસે ગૌરવ અને નિતિન નામના બે આરોપીઓની ધરપકડ કરી. પરંતુ સાથે જ નાઇની પણ ધરપકડ કરવામાં આવી. જ્યારે પીડિતનો આરોપ છે કે નાઇ સાથે મારઝૂડ કરવામાં આવી હતીએ ત્યારે તેને દાઢી કાપી. ડીસીપીનું કહેવું છે કે બેસવાને લઇને ઝઘડો થયો હતો, જ્યારે પીડિતનું કહેવું છે કે બેસવાને લઇને અથવા બીજા કોઇ પ્રકારનો ઝઘડો થયો ન હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news