West Bengal: ચૂંટણી ટાણે TMC ને મોટો ઝટકો, હત્યા કેસમાં NIA એ આ નેતાની કરી ધરપકડ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તૃણમૂલ કોંગ્રેસ (TMC( ના નેતા છત્રધર મહતો (Chhatradhar Mahato) ની રવિવારે ઝાડગ્રામથી ધરપકડ કરી લીધી. છત્રધર મહતોની વર્ષ 2009ના સીપીઆઈ નેતા પ્રબીર મહતોની હત્યાના મામલે ધરપકડ કરવામાં આવી છે. તેમને આજે કોર્ટમાં રજુ કરાશે. 
West Bengal: ચૂંટણી ટાણે TMC ને મોટો ઝટકો, હત્યા કેસમાં NIA એ આ નેતાની કરી ધરપકડ

કોલકાતા: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તૃણમૂલ કોંગ્રેસ (TMC( ના નેતા છત્રધર મહતો (Chhatradhar Mahato) ની રવિવારે ઝાડગ્રામથી ધરપકડ કરી લીધી. છત્રધર મહતોની વર્ષ 2009ના સીપીઆઈ નેતા પ્રબીર મહતોની હત્યાના મામલે ધરપકડ કરવામાં આવી છે. તેમને આજે કોર્ટમાં રજુ કરાશે. 

NIA એ 16, 18, અને 22 માર્ચના રોજ ટીએમસી નેતા છત્રધર મહતો (Chhatradhar Mahato) ને એજન્સી સામે રજુ થવા માટે સમન મોકલ્યું હતું. પરંતુ છત્રધર મહતોએ જણાવ્યું હતું કે તેમને દાંતમાં દુ:ખાવો છે એટલે તેઓ એજન્સી સામે હાજર થઈ શકશે નહીં. તેમણે દાંતમાં દુ:ખાવાનો મેડિકલ રિપોર્ટ પણ બતાવ્યો હતો પરંતુ NIA તેનાથી સંતુષ્ટ નહતી. 

He will be produced before the court today.

— ANI (@ANI) March 28, 2021

ત્યારબાદ NIA એ હાઈકોર્ટમા દ્વાર ખખડાવ્યા. ત્યારે કોર્ટે આદેશ આપ્યા કે જો છત્રધર મહતો એજન્સી સામે હાજર ન થાય તો તેમની ધરપકડ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news