કોણ છે સંજય બારુ? જેમની ’ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’થી કોંગ્રેસમાં ભડકો થયો

 સામાન્ય લોકોને બહુ જ ઓછું ખબર હશે કે, વડાપ્રધાન કાર્યાલયમાં કામ કેવી રીતે થાય છે. પરંતુ માર્કેટમાં સંજય બારુની ‘The Accidental Prime Minister’ પુસ્તક આવ્યા બાદ લોકો આ વાતનો અંદાજ લગાવી રહ્યા છે. હવે આ જ નામથી એક ફિલ્મ આવી રહી છે. ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ નામની આ ફિલ્મ સંજય બારુના પુસ્તક પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદ તેના ડાયલોગ્સ અને કન્ટેન્ટને લઈને અનેક વિવાદો ઉભા થયા છે. આ આખી ફિલ્મ વિવાદ અને કોંગ્રેસમાં ભડકો કરાવે તેવી છે. 
કોણ છે સંજય બારુ? જેમની ’ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’થી કોંગ્રેસમાં ભડકો થયો

નવી દિલ્હી : સામાન્ય લોકોને બહુ જ ઓછું ખબર હશે કે, વડાપ્રધાન કાર્યાલયમાં કામ કેવી રીતે થાય છે. પરંતુ માર્કેટમાં સંજય બારુની ‘The Accidental Prime Minister’ પુસ્તક આવ્યા બાદ લોકો આ વાતનો અંદાજ લગાવી રહ્યા છે. હવે આ જ નામથી એક ફિલ્મ આવી રહી છે. ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ નામની આ ફિલ્મ સંજય બારુના પુસ્તક પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદ તેના ડાયલોગ્સ અને કન્ટેન્ટને લઈને અનેક વિવાદો ઉભા થયા છે. આ આખી ફિલ્મ વિવાદ અને કોંગ્રેસમાં ભડકો કરાવે તેવી છે. 

ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદ તમારા મનમાં પણ એવો સવાલ ઉભો થયો હશે કે આખરે પુસ્તકમાં એવું શું હશે. જેને લઈને આટલો વિવાદ થઈ રહ્યો છે. કોણ છે સંજય બારુ, જેઓએ ધ  એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર લખ્યું છે. તો આજે તમને બતાવી દઈએ કે, સંજય બારુ કોણ છે. તેઓએ કેમ આ પુસ્તકમાં અનેક તથ્યો ઉજાગર કર્યા છે. 

32171-sanaj-man-leapic-280.jpg

સંજય બારુ કોણ છે
સંજય બારુ ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના મીડિયા એડવાઈઝર હતા. મે 2004થી ઓગસ્ટ 2008 સુધી તેઓ મીડિયા એડવાઈઝર તરીકે કાર્યરત રહ્યા હતા. તેમણે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન તરીકે કામ કર્યું છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને ઈકોનોમિક્સ ટાઈમ્સ સાથે પણ કામ કર્યું છે. 

સંજય બારુએ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરને વર્ષ 2014માં પુસ્તકનું રૂપ આપ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, સંજય બારુએ જ્યારે પોતાનું પદ સંભાળ્યું, ત્યારે મનમોહન સિંહે તેમને કહ્યું હતું કે, હું જાણું છું કે અહીં બેસ્યા બાદ હું બહારની દુનિયાથી કટ ઓફ થઈ જઈશ. હું ઈચ્છું છું કે તુ મારી આઁખ અને કાન બનો. વગર કોઈ ડર અને મિલાવટ તુ મને એ બધુ જ જણાવ જે તને લાગે છે કે, મારે જાણવુ જોઈએ. 

Akshaye Khanna in 'The Accidental Prime Minister'

પોતાના કાર્યકાળના ચાર વર્ષ દરમિયાન સંજય બારુએ મનમોહન સિંહને જેટલા જાણ્યા તે પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં ઉલ્લેખ કરાયો છે. આ પુસ્તકમાં પહેલીવાર ખુલાસો કરવામાં આવ્યો કે, મનમોહન સિંહ માટે આવી સરકારમાં કામ કરવું કેવું હતું, જેના બે પાવર સેન્ટર્સ હતા. 

સંજય બારૂ પોતાના અંગત મિત્રના પુત્ર હોવાથી મનમોહને તેમના પર ભરોસો મૂકીને તેમને પોતાના મીડિયા સલાહકાર બનાવ્યા હતા. પરંતુ એ નિર્ણય હવે મનમોહનને ભારે પડી રહ્યો છે. મનમોહન સિંહના ફાઈનાન્શિયલ સચિવ રહેવા દરમિયાન સંજય બારુના પિતા બી.પી.આર વિઠ્ઠલ યોજના અને ફાઈનાન્સના સચિવ હતા. 

કેન્દ્રમાં સત્તા પરિવર્તન પછી સંજય બારૂને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂંક મળી હતી. જોકે, આંતરિક મતભેદો અને ખેંચતાણને લીધે બારૂ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા અને માત્ર 9 મહિનામાં તેમણે રાજીનામું આપી દેવું પડ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news