ભારતમાં અચાનક કેમ વધી ગયું છે આ Wife Swapping? નાના શહેરો પણ બાકાત નથી

આ વાઈફ સ્વેપિંગ હેઠળ પતિ અને પત્ની પરસ્પર મંજૂરીથી પાર્ટનર બદલે છે. તેના દ્વારા તેઓ પોતાની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી કરે છે. તે એક દિવસ કે પછી એક કરતા વધુ દિવસનું પણ હોઈ શકે છે.

ભારતમાં અચાનક કેમ વધી ગયું છે આ Wife Swapping? નાના શહેરો પણ બાકાત નથી

Wife Swapping: મહાનગરોમાં પડદા પાછળ છૂપાયેલી લાઈફ સ્ટાઈલની એક નવી હકીકત છે. જેને ખુલીને સ્વીકાર કરવામાં આવતો નથી કે ન તો સંપૂર્ણ રીતે ફગાવવામાં આવે છે. તાજેતરમાં કેરળમાં વાઈફ સ્વેપિંગના એક રેકેટનો પર્દાફાશ થયો હતો. જેમાં 7 લોકોની ધરપકડ પણ થઈ હતી. પોલીસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે પકડાયેલા લોકો એક ગ્રુપ બનાવીને વાઈફ સ્વેપિંગના ધંધાને અંજામ આપતા હતા. પરંતુ આખરે આ ભાંડો ફૂટી ગયો. 

એ જ પ્રકારે બેંગ્લુરુમાં પણ વાઈફ સ્વેપિંગના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. જ્યારે બીકાનેરમાં વાઈફ સ્વેપિંગ પાર્ટીમાં જવાની પત્નીએ ના પાડતા વ્યક્તિએ તેની પત્નીની પીટાઈ કરવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે બધુ બહાર પડ્યું. એ જ પ્રકારે યુપીના મુઝફ્ફરનગરમાં પણ આવો જ એક કેસ સામે આવ્યો હતો અને ત્યારબાદ ખુબ હંગામો મચ્યો હતો. 

મહાનગરોથી નાના શહેરો સુધી
એક જાણકારી મુજબ હાલના દિવસોમાં મોટા શહેરોમાં હાઈ સોસાયટીથી લઈને નાના શહેરો સુદ્ધામાં પત્નીઓની અદલાબદલીનું ચલણ જોવા મળી રહ્યું છે. રિલેશનશિપ સંલગ્ન મામલાઓનું કાઉન્સિલિંગ કરનારા એક્સપર્ટ સાયકોલોજિસ્ટ ડો. ઈશિતા મુખર્જીના જણાવ્યાં મુજબ વાઈફ સ્વેપિંગ આપણા શહેરી કામકાજી લાઈફ સ્ટાઈલનું એક કડવું સત્ય છે. જેનાથી ઈન્કાર કરી શકાય નહીં. 

Wife Swapping News in Marathi, Latest Wife Swapping news, photos, videos | Zee  News Marathi

એક્સપર્ટના જણાવ્યાં મુજબ એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં સામાન્ય રીતે બે પ્રકારના કેસ હોય છે. એકમાં બંને પાર્ટનરની મરજી હોય છે જ્યારે બીજામાં એક પાર્ટનર તૈયાર હોતો નથી પણ તેના પર દબાણ સર્જવામાં આવે છે. બીકાનેરનો મામલો આ કેટેગરીમાં સામેલ હતો. અહીં પત્ની તૈયાર ન થઈ તો પતિએ તેની પીટાઈ કરી. 

મેટ્રો શહેરોમાં 27 ટકા કપલ્સ સામેલ
લગભગ એક દાયકા પહેલા ભારતીય નેવીના એક જૂનિયર ઓફિસરની પત્નીએ તેના પતિ અને તેના યુનિટના ઓફિસરો પર ગંભીર આરોપ લગાવ્યો હતો. ઓફિસરની પત્નીએ વાઈફ સ્વેપિંગમાં સામેલ હોવાનો આરોપ લગાવીને સનસની મચાવી હતી. એક સર્વે મુજબ ભારતના મેટ્રો શહેરોના લગભગ 27 ટકા કપલ્સ આ  ગતિવિધિઓમાં સામેલ છે. આ આંકડો ચોંકાવનારો છે. 

જમાનો તેજ રફતારનો છે. હાઈસ્પીડ ઈન્ટરનેટે સમાજની દિશા બદલી નાખી છે. લોકો બહુ જલદી બધુ મેળવવા માંગે છે. હાઈ સોસાયટી હોય કે મિડલ ક્લાસ બધા પોત પોતાની રીતે એક્સ ફેક્ટરની શોધમાં હોય છે. રિલેશનશીપ એક્સપર્ટના મતે કેટલાક લોકો આ એક્સ ફેક્ટરની શોધમાં રહે છે. કેટલાક પરણિત કપલ તો તેના આદી થઈ જાય છે. 

કેવી રીતે થઈ શરૂઆત
એવું કહેવાય છે કે સેકન્ડ વર્લ્ડ વોરનો સમય હતો. અમેરિકન ફાઈટર પાઈલટ અનેક મોરચે યુદ્ધ કરી રહ્યા હતા. પત્નીઓ દરરોજ તેમના ફાઈટર પતિઓને ગુડલક કિસ આપીને વિદાય આપતી હતી. પરંતુ તેમને એ વાતનો ભરોસો નહતો કે તેઓ રાતે તેમના પાર્ટનરને કિસ કરી શકશે કે નહીં. એવું કહેવાય છે કે આવી હાલતમાં કેટલાક ફાઈટર પાઈલટોએ એક રાતની 'ચેન પાર્ટી' રાખી. પાર્ટીમાં પાઈલટોએ પોતાની કારની ચાવીઓ બોક્સમાં રાખી દીધી. જે પાઈલટના હાથમાં બીજા પાઈલટની ચાવી આવી તેમણએ તે રાત તેની પત્ની સાથે વિતાવી. એવું કહેવાય છે કે અહીંથી જ વાઈફ સ્વેપિંગનો પાયો પડ્યો. 

wife swapping News in Bengali, Latest wife swapping Bangla Khobor, photos,  videos | Zee News Bangla

શું હોય છે આ વાઈફ સ્વેપિંગ
આ વાઈફ સ્વેપિંગ હેઠળ પતિ અને પત્ની પરસ્પર મંજૂરીથી પાર્ટનર બદલે છે. તેના દ્વારા તેઓ પોતાની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી કરે છે. તે એક દિવસ કે પછી એક કરતા વધુ દિવસનું પણ હોઈ શકે છે. કેટલાક લોકોનું કહેવું છે કે તેનાથી જીવનમાં નવી ઉર્જા આવે છે. કપલ્સની મંજૂરી હોય છે એટલે તેમાં કોઈને કોઈની સાથે બેવફાઈની ફરિયાદ હોતી નથી. 

શું કહે છે કાયદો
વાઈફ સ્વેપિંગ દુનિયાના કોઈ પણ દેશમાં કાયદેસર નથી. કપલ્સની મંજૂરી હોય કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ આ માટે કોઈ ખાસ કાયદો પણ નથી. જો પતિ અને પત્ની મંજૂરીથી પાર્ટનર બદલે તો તે પરસ્પર કન્સેન્ટનો મામલો કહેવાય છે. તેમાં કોઈ કેસ ત્યાં સુધી ન થઈ શકે જ્યાં સુધી ત્રીજો પક્ષ તેનાથી પીડિત ન હોય. જો કે કોઈ પરણિત મહિલા કે પુરુષનો એકથી વધુ સાથે સંબંધ બનાવવો કાનૂની ગુનો છે. પકડાય અને દોષિત સાબિત થાય તો IPC ની કલમ 323, 328, 376, 506 હેઠળ કેસ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news