લવ સ્ટોરીમાં થઇ પતિની એંટ્રી, અને પત્નીએ ખેલ્યો ખેલ...

શરૂઆતી તપાસ બાદ પોલીસને ખબર પડી કે સરસ્તવતીએ પોતાના પ્રેમી મદૂ શિવા સાથે મળીને પતિને મારવાનો પ્લાન બનાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરસ્વતીની સાથે પ્લાન બનાવવા માટે મદૂએ બે લોકલ ગુંડા શિવ અને સરપલ્લી રામ કૃષ્ણને પૈસા આપ્યા અને પ્લાન વિશે જણાવ્યું. 

લવ સ્ટોરીમાં થઇ પતિની એંટ્રી, અને પત્નીએ ખેલ્યો ખેલ...

નવી દિલ્હી: કહેવામાં આવે છે કે પતિ અને પત્ની એકબીજાના પૂરક હોય છે. જો બંનેમાંથી કોઇ એકને પણ થોડી તકલીફ થાય છે તો દર્દ બંનેને થાય છે, પરંતુ જ્યારે એકબીજાના પૂરક જ તેમને ખતમ કરવા માટે લાગી જાય તો શું કહેવાય. એક એવી જ ઘટના આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લામાં જોવા મળી છે. પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી છે જેને પતિના મોતનો ઘાટ ઉતારવા માટે ગેંગને સોપારી આપી હતી.

પોલીસમાં ફરિયાદ નોંધાવા પહોંચી હતી મહિલા
જોકે ગત થોડાદિવસો પહેલાં વાઇ.સરસ્વતી નામની મહિલાએ ગુરૂગુબિલી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોતાની ફરિયાદમાં મહિલાએ કહ્યું હતું કે ત્રણ અજાણ્યા લોકોએ પહેલાં પતિ ગોવરાશંકરને મારી નાખ્યો અને પછી ઘરેથી લગ્નના ઘરેણા લઇને ફરાર થઇ ગઇ. મહિલાની ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે કેસ દાખલ કરી પસાર શરૂ કરી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી.

પ્રેમી સાથે મળીને પતિને મારવાનો બનાવ્યો પ્લાન
શરૂઆતી તપાસ બાદ પોલીસને ખબર પડી કે સરસ્તવતીએ પોતાના પ્રેમી મદૂ શિવા સાથે મળીને પતિને મારવાનો પ્લાન બનાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરસ્વતીની સાથે પ્લાન બનાવવા માટે મદૂએ બે લોકલ ગુંડા શિવ અને સરપલ્લી રામ કૃષ્ણને પૈસા આપ્યા અને પ્લાન વિશે જણાવ્યું. અધિકારીઓએ જણાવ્યું કે મદૂ શિવા બીટેકના અભ્યાસ બાદ રોજગારી શોધી રહ્યો હતો. પોલીસને જણાવ્યું કે સરસ્વતી અને શિવાનો પ્રેમ સંબંધ ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યો હતો, પરંતુ બેરોજગારીના લીધે બંનેના લગ્ન થઇ શક્યા નથી.

એડવાન્સના રૂપમાં આપ્યા 8 હજાર રૂપિયા
ઇંડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર સરસ્વતીએ ગુંડાઓને એડવાન્સના રૂપમાં 8 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાંસફર કર્યા હતા. આ ઉપરાંત શિવાએ કોંટ્રાક્ટના રૂપમાં કિલરને 10 હજાર રૂપિયા આપ્યા હત. આ ઉપરાંત મહિલાએ ગેંગને પોતાની લગ્નની વીંટી આપી હતી. જોકે પોલીસે બધા આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news