Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની

Why better half called wife: શું તમને ખબર છે કે Wife શબ્દનો અર્થ શું થાય છે? નહી તો આવો અમે જણાવીએ. જોકે આ નામ કેવી રીતે પડ્યું તેની લાંબી કહાની છે.

Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની

Wife word origin: ધર્મ શાસ્ત્રોમાં પત્નીનો દરજ્જો મહાન હોય છે. પત્ની (Wife) ને અર્ધાંગિની, જીવનસાથી જેવી ઉપમાઓથી ઓળખવામાં આવે છે. આમ તો અલગ-અલગ ભાષાઓમાં તેના ઘણા નામ અને અર્થ છે. કેટલાક સૌથી પોપુલર ઉપમાઓની વાત કરીએ તો સૌથી પ્રચલિત પુકારનું નામ વાઇફ (Wife) હોય છે. 

વાઇફ શબ્દનો અર્થ જાણો છો તમે? 
ઓક્સફોર્ડ ડિક્શનરીના અનુસાર વાઇફનો અર્થ 'The woman that somebody is married to' એટલે કે તે મહિલા જેનઈ સાથે કોઇએ લગ્ન કર્યા હોય. આ મંચ પર વાઇફ શબ્દનું સંબોધન એટલે કે તે યુવતિ અથવા મહિલા માટે છે જેના લગ્ન થઇ ગયા હોય, એટલે કે અહીં પરણિત મહિલાને વાઇફ કહેવામાં આએ છે. તો બીજી તરફ તે મહિલા જે પોતાના પતિથી અલગ થઇ ચૂકી હોય, પરંતુ કાયદાકીય રીતે તેનો સંબંધ ખતમ થયો ન હોય તેને પણ વાઇફ કહેવામાં આવે છે. તો બીજી તરફ ડાયવોર્સ બાદ વાઇફ માટે એક્સ વાઇફ ( Ex-Wife) જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. 

ક્યાંથી થઇ વાઇફ શબ્દની ઉત્પત્તિ? 
વિદેશી ભાષાના જાણકારોના અનુસાર વાઇફ શબ્દ જર્મન ભાષામાંથી લેવામાં આવ્યો છે. જેને પ્રોટો જર્મેનિક ભાષાના wibam શબ્દથી લેવામાં આવ્યો છે જેનો અર્થ હતો મહિલા. આ મોર્ડન જર્મન શબ્દ Weib થી પણ જોડીને જોઇ શકાય છે જેનો અર્થ વુમન અથવા ફીમેલ હોય છે. આ રીતે વાઇફ શબ્દનો અસલ અને સામાન્ય અર્થ મહિલા થશે. કહેવામાં આવે છે કે આ પ્રકારે નામકરણ મુજબથી તો વાઇફ શબ્દ લગ્ન સાથે જોડાયેલો નથી. તેમછતાં ધીમે ધીમે વાઇફ શબ્દનો ઉપયોગ પરણિત સાથે જોડી દેવામાં આવ્યો અને આ પ્રકારે આખરે આ ઇંગ્લિશ ડિક્શનરી અને વોકેબુલરીનો ભાગ બની ગયો હશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સામગ્રી અને વિદેશી મીડિયાની સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news