આઝમ ખાનની જોહર યુનિવર્સિટીને પોતાનાં કબ્જામાં લઇ શકે છે યોગી સરકાર, તૈયારીઓ શરૂ

રામપુરમાંથી સમાજવાદી પાર્ટીના સાંસદ મોહમ્મદ આઝમ ખાનની મુસીબતો સતત વધતી જઇ રહી છે. હાલ આઝમ ખાન પોતાની પત્ની તજીથ ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમની સાથે સીતાપુર જિલ્લા જેલમાં પુરાયેલા છે. રામપુર એડીજે-6 કોર્ટનાં બે જન્મપ્રમાણપત્ર અને બે પાસપોર્ટ વાળા કેસમાં આઝમ ખાન એન્ડ ફેમિલીનાં જામીન ફગાવતા તેમને જેલ મોકલ્યા હતા. આ તરફ હવે રામપુર સ્થિત આઝમ ખાનની જોહર યુનિવર્સિટી પર પણ સંકટનાં વાદળો ઘેરાઇ રહ્યા છે. ઉત્તરપ્રદેશ સરકારે જોહર યુનિવર્સિટીને પોતાનાં કબ્જામાં લેવાની તૈયારી ચાલુ કરી દીધી છે. સુત્રોનો દાવો છે કે જોહર યુનિવર્સિટીમાં સરકારનાં પૈસા લાગેલા છે. વિદ્યાર્થીઓનાં હિતોને ધ્યાનમાં રાખતા યોગી સરકાર જોહર યુનિવર્સિટીને ટેકઓવર કરી શકે છે. 
આઝમ ખાનની જોહર યુનિવર્સિટીને પોતાનાં કબ્જામાં લઇ શકે છે યોગી સરકાર, તૈયારીઓ શરૂ

રામપુર : રામપુરમાંથી સમાજવાદી પાર્ટીના સાંસદ મોહમ્મદ આઝમ ખાનની મુસીબતો સતત વધતી જઇ રહી છે. હાલ આઝમ ખાન પોતાની પત્ની તજીથ ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમની સાથે સીતાપુર જિલ્લા જેલમાં પુરાયેલા છે. રામપુર એડીજે-6 કોર્ટનાં બે જન્મપ્રમાણપત્ર અને બે પાસપોર્ટ વાળા કેસમાં આઝમ ખાન એન્ડ ફેમિલીનાં જામીન ફગાવતા તેમને જેલ મોકલ્યા હતા. આ તરફ હવે રામપુર સ્થિત આઝમ ખાનની જોહર યુનિવર્સિટી પર પણ સંકટનાં વાદળો ઘેરાઇ રહ્યા છે. ઉત્તરપ્રદેશ સરકારે જોહર યુનિવર્સિટીને પોતાનાં કબ્જામાં લેવાની તૈયારી ચાલુ કરી દીધી છે. સુત્રોનો દાવો છે કે જોહર યુનિવર્સિટીમાં સરકારનાં પૈસા લાગેલા છે. વિદ્યાર્થીઓનાં હિતોને ધ્યાનમાં રાખતા યોગી સરકાર જોહર યુનિવર્સિટીને ટેકઓવર કરી શકે છે. 

સતત વિવાદોમાં રહી આઝમની યુનિવર્સિટી
આ અંગે યુપી સરકાર તરફથી તૈયારીઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઝમ ખાનની જોહર યુનિવર્સિટી સતત વિવાદોમાં રહી છે. આઝમ પર આરોપ છે કે, તેમણે સરકારી જમીનો પર કબ્જો કરીને જોહર યુનિવર્સિટીનું નિર્માણમાં સરકારી પૈસાનાં દુરૂપયોગનો આરોપ છે. જોહર યુનિવર્સિટી મેનેજમેન્ટની વિરુદ્ધ રામપુર એડીજે કોર્ટમાં અનેક કેસ ચાલી રહ્યા છે. જેના કારણે આ યુનિવર્સિટી ખુબ જ વિવાદિત બની છે.

આઝમ ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે જોહર યુનિવર્સિટી
હાલમાં જ રામપુર જિલ્લા તંત્રએ સરકારે જમીન પર બનેલી જોહર યુનિવર્સિટીની એક દિવાલને બુલ્ડોઝરથી તોડાવી પડાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જોહર યુનિવર્સિટી આઝમ ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. અખિલેશ સરકાર દરમિયાન આઝમ ખઆને આ યુનિવર્સિટીમાં ખુબ નિર્માણ કાર્ય કરાવ્યા. જોહર યુનિવર્સિટીનું સંચાલન એક ટ્રસ્ટ કરે છે. આ ટ્રસ્ટનાં અધ્યક્ષ આઝમ ખાન છે. તેમનાં પુત્ર અબ્દુલ્લા આઝમ ટ્રસ્ટનાં સીઇઓ અને પત્ની તજીન ફાતિમા ટ્રસ્ટનાં સભ્ય છે. જોહર યુનિવર્સિટીનાં સંસ્થાપક અને કુલાધિપતિ આઝમ ખાન પોતે જ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news