ખોટા આરોપ મૂકવા બદલ ઝી ન્યૂઝે નવજોત સિંહ સિદ્ધુને ફટકારી 1000 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ

સુધીર ચૌધરીએ આ વિવાદ પછી સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ઝી ન્યૂઝ હંમેશા દેશની લોકતાંત્રિક સિસ્ટમ પર વિશ્વાસ ધરાવે છે

ખોટા આરોપ મૂકવા બદલ ઝી ન્યૂઝે નવજોત સિંહ સિદ્ધુને ફટકારી 1000 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ

નવી દિલ્હી : ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીએ ટ્વિટર પર ટ્વીટ કરી છે કે ઝી ન્યૂઝે તેમની પ્રતિષ્ઠા ખરડાય એવા ખોટા આરોપ મૂકવા બદલ નવજોત સિંહ સિદ્ધુ પર 1000 કરોડ રૂ.નો માનહાનિની નોટિસ આપવામાં આવી છે.  આવ્યો છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો આ મામલે નવજોત સિંહ સિદ્ધુ માફી નહીં માગે તો કાયદાકીય પગલાં લેવામાં આવશે. 

— Sudhir Chaudhary (@sudhirchaudhary) December 15, 2018

આ સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો રાજસ્થાન ચૂંટણીના પ્રચાર દરમિયાન નવજોત સિંઘ સિદ્ધુ દ્વારા અલવરમાં સંબોધવામાં આવેલી એક રેલીમાં કેટલાક લોકો પાકિસ્તાન તરફી નારા લગાવતા જોવા મળ્યા હતા. ઝી ન્યૂઝ દ્વારા આ વીડિયોને વારંવાર ચલાવીને લોકોના ધ્યાનમાં લાવવામાં આવતા કોંગ્રેસની સ્થિતિ હાલ કફોડી બની ગઈ છે. જો કે પોતાના નેતા પાસે સવાલનો જવાબ માંગવાની જગ્યાએ કોંગ્રેસ આ ગંભીર મુદ્દાને અવગણીને ઉલટું વીડિયોની પ્રમાણિકતા પર સવાલ ઉઠાવતા ઝી ન્યૂઝ પર 'ફેક વીડિયો' ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં વીડિયોની ખરાઇ મામલે ફેક્ટ રજૂ કરતાં કોંગ્રેસની બોલતી બંધ થઇ હતી. 

સુધીર ચૌધરીએ આ વિવાદ પછી સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ''ઝી ન્યૂઝ હંમેશા દેશની લોકતાંત્રિક સિસ્ટમ પર વિશ્વાસ ધરાવે છે. અમને લિગલ સિસ્ટમમાં વિશ્વાસ છે અને ન્યાય માટે ન્યાયની મર્યાદાની અંદર રહીને પગલાં લઈશું. અમે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોશિએશન્સ અને એડિટર્સ ગિલ્ટ ઓફ ઈન્ડિયાને લેખિતમાં ફરિયાદ મોકલી છે. અમે દેશના ચૂંટણી પંચને પણ ફરિયાદ મોકલી છે. જો જરૂર પડશે તો અમે કોર્ટમાં પણ જઈશું. આથી અમે કોંગ્રેસે જે પેંતરો ઘડ્યો છે તેની સામે અમારો વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે પરંતુ લોકતાંત્રિક ઢબે. આ ખરેખર દુ:ખદ છે કે એડિટર્સ ગિલ્ટે આ બાબત ધ્યાનમાં લીધી નથી. પરંતુ મને આશા છે કે મીડિયાનો એક બહોળો વર્ગ અમારા કેમ્પેઈનને સપોર્ટ કરશે. હું એ પણ માનું છું કે આ માત્ર અમારી લડાઈ નથી, તેને આખા મીડિયા જગતની લડાઈ તરીકે જોવી જોઈએ.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news