Foreign Travel without Visa: આ દેશમાં ફરવા માટે વિઝાની કોઈ જરૂર નથી : તમારી પાસે પાસપોર્ટ છે તો અહીં ફરી આવો, મજાના છે દેશ

Foreign Travel without Visa: આ દેશમાં ફરવા માટે વિઝાની કોઈ જરૂર નથી : તમારી પાસે પાસપોર્ટ છે તો અહીં ફરી આવો, મજાના છે દેશ

તમે ઘણા સમયથી બહાર ફરવાનું વિચાર કરી રહ્યા છો તો તો આપને કેટલાક એવા દેશોની જાણકારી આપી રહ્યા છે જ્યા ભારતીયોને વિઝા વગર અન્ટ્રી મળી જશે..તો ચાલો જાણીયે કે ક્યા છે તે દેશો. તમે છેલ્લા ઘણાં સમયથી વિદેશ ફરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે બેસ્ટ છે. આ સાથે જ અમે તમારી માટે એક ખુશખબરી એ લઇને આવ્યા છીએ કે ભારતીય લોકોને આ દેશો ફરવા માટે વિઝાની કોઇ જરૂર પડતી નથી. તો જાણો આ વિશે તમે પણ.

ભૂટાન
ભારતનો પડોશી દેશ ભૂટાન પર્યટકો માટેની એક ફેમસ જગ્યા છે. આમ, જો તમે ભારતીય છો તો તમે ભૂટાન એમ જ ફરી શકો છો. ભૂટાન ફરવા માટે તમારે કોઇ વિઝાની જરૂર પડશે નહીં. પાસપોર્ટ તેમજ બીજા અગત્યના આઇડી પરથી તમે અહીં ફરી શકો છો. . દુનિયાના સૌથી મસ્ત દેશોમાં ભૂટાનની ગણતરી થાય છે. અહીંનો પ્રાકૃતિક નજારો જોતાની સાથે જ ગમી જાય એવો છે. જો કે અહીંયા ફરવા માટે તમારે ટૂરિસ્ટ પરમિટ લેવી ખૂબ જરૂરી છે. 

મોરેશિયસ
ભારતીય પાસપોર્ટ જેની પાસે હોય એ લોકો વિઝા વગર મોરેશિયસ ફરી શકે છે. આ માટે મુસાફરો સાથે રિટર્ન ટિકિટ અને પર્યાપ્ત બેન્ક બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે....

ટ્યુનિશિયા
ભારતીય લોકો ટ્યુનિશિયામાં વિઝા વગર મસ્ત રીતે ફરી શકે છે. અહીંયા ફરવા માટે કોઇ વિઝાની જરૂર પડતી નથી....અને તમને અહી મજા પણ ખૂબ આવશે ....

સેન્ટ કિટ્સ અને નેવિસ
ભારતીય નાગરિક બિઝનેસ તેમજ ફરવા માટે સેન્ટ કિટ્સ અને નેવિસની મુલાકાત લે છે તો એમને કોઇ વિઝાની જરૂર પડતી નથી. આ એક બહુ મસ્ત જગ્યા છે જે દરેક લોકોએ એક વાર જોવી જોઇએ.....

મકાઉ
ભારતીય નાગરિક 30 દિવસ કે પછી એના કરતા ઓછા દિવસો મકાઉ જવા માટે ઇચ્છે છે તો એમને કોઇ વિઝાની જરૂર પડતી નથી. પરંતુ તમે 30 દિવસ કરતા વધારે રોકાવા ઇચ્છો છો તો વિઝા એપ્લાય કરવા પડે છે...

જમૈકા
જમૈકા ફરવા જવા માટે ભારતીયોને કોઇ વિઝાની જરૂર પડતી નથી. અહીંયા પહોંચ્યા પછી ઇમિગ્રેશન ઓફિસર તરફથી તમારા પાસપોર્ટમાં સ્ટેમ્પ કરવામાં આવે છે જે એક ટુરિસ્ટ વિઝામાં કામ કરે છે....

ઇન્ડોનેશિયા 
તમે લાંબા સમયથી ઇન્ડોનેશિયા ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે તમારો સમય આવી ગયો છે. આ ટાઇમ તમારા માટે પરફેક્ટ છે. તમે ઓછા દિવસોમાં ઇન્ડોનેશિયા ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે કોઇ ટુરિસ્ટ વિઝા કે બિઝનેસ વિઝાની જરૂર નહીં પડે. પરંતુ એક વાતનું એ ખાસ ધ્યાન રાખો કે તમે લાંબા સમય સુધી એક દેશમાં રોકાવા ઇચ્છો છો તો વિઝા એપ્લાય કરવા ખૂબ જરૂરી છે....

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news