Gym માં યુવતી Workout કરતી હતી તે સમયે ચોરીછુપીથી યુવકે કરી આ ખુબ જ શરમજનક હરકત, જુઓ વીડિયો

Ladki Ka Video: આ વીડિયોને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો ત્યારથી તેને 21 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને એક લાખથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે.

Gym માં યુવતી Workout કરતી હતી તે સમયે ચોરીછુપીથી યુવકે કરી આ ખુબ જ શરમજનક હરકત, જુઓ વીડિયો

નવી દિલ્હી: સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારેક એવા વીડિયો વાયરલ થાય છે જેને જોઈને કોઈપણ આશ્ચર્યચકિત થઈ જાય. અત્યારે આવો જ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એક છોકરીનો છે જે વર્કઆઉટ માટે જીમમાં પહોંચી હતી. પરંતુ અહીં એક છોકરાએ એવી શરમજનક હરકત કરી કે, તેને જોઈને છોકરી પણ નવાઈ પામી. આ વીડિયોને અલગ-અલગ પ્લેટફોર્મ પર લાખો વખત જોવામાં આવ્યો છે અને સેંકડો લોકોએ આ વીડિયો પર નકારાત્મક પ્રતિક્રિયા આપી છે.
હકીકતમાં જ્યારે યુવતી વર્કઆઉટ કરવા માટે જીમમાં પહોંચી તો તેણે એક જગ્યાએ કેમેરો ફીટ કરી દીધો અને વર્કઆઉટ કરતી વખતે પોતાનો વીડિયો શૂટ કરવા લાગી. પરંતુ બાદમાં જ્યારે તેણે વીડિયો જોયો તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને પોતાની સાથે બનેલી ઘટનાને ખૂબ જ નિરાશાજનક ગણાવી. તેણે કહ્યું કે, જ્યારે હું વર્કઆઉટ કરતી વખતે મારો વીડિયો બનાવી રહી હતી ત્યારે એક વ્યક્તિ પણ મંજૂરી વગર છુપાઈને મારો વીડિયો બનાવી રહ્યો હતો. મને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે હું મારો રેકોર્ડ કરેલો વીડિયો કારમાં બેસીને જોઈ રહી હતી.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, છોકરી જીમમાં વર્કઆઉટ કરી રહી છે. ત્યારે એક છોકરો પણ ત્યાં પહોંચ્યો અને ગંદી હરકતો કરવા લાગ્યો. તેણે મંજૂરી વગર પાછળથી યુવતીનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. જોઈ શકાય છે કે વર્કઆઉટ પછી યુવતી જ્યારે મોબાઈલ ઉઠાવીને રવાના થવા લાગી તો તે પણ ત્યાંથી નીકળી ગયો.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો ત્યારથી તેને 21 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને તેને એક લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો પર લગભગ પાંચ હજાર લોકોએ કોમેન્ટ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news