Skin Care: રસોડામાં રહેલા આ મસાલાનો ઉપયોગ કરીને ચહેરાને નિખારી શકો છો, મોટી ઉંમરે પણ લાગશો યુવાન

Home Remedies For Skin: સ્કિન પર હંમેશા નેચરલ વસ્તુ લગાવવાથી ગ્લો વધે છે. તમારા કિચનમાં પણ એક એવી વસ્તું છે જે તમને તમારા ચહેરાની સુંદરતા વધારવા માટે મદદરૂપ થઈ શકે છે. 
 

Skin Care: રસોડામાં રહેલા આ મસાલાનો ઉપયોગ કરીને ચહેરાને  નિખારી શકો છો, મોટી ઉંમરે પણ લાગશો યુવાન

નવી દિલ્હીઃ રસોડામાં રહેલા મસાલા ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ શરીરને સ્વસ્થ રાખવામાં પણ ફાયદારૂપ છે અને ત્વચામાં ચમક પણ લાવે છે. જાયફળ એક એવો મસાલો છે જે પોષક તત્વોથી ભરપૂર છે. જાયફળમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, વિટામિન B1 અને વિટામિન B6 ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચા પર ટોનિકની જેમ કામ કરે છે.

ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે જાયફળનો ઉપયોગી છે. વધતી ઉંમરની સાથે ચહેરા પર પડતી કરચલીઓ દૂર કરવામાં જાયફળ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જાયફળ ચહેરાની ફોલ્લીઓ દૂર કરે છે અને પિગમેન્ટેશનથી છુટકારો અપાવે છે. ટેનિંગ અને સનબર્ન દૂર કરવામાં જાયફળ ખૂબ જ ઉપયોગી છે.

જાયફળનું પેક ચહેરા પરની કરચલીઓ ગાયબ કરે છે
જો તમે વધતી ઉંમરની સાથે ચહેરા પર પડતી કરચલીઓથી પરેશાન છો, તો જાયફળના મસાલાના પેકનો ઉપયોગ કરી શકો છો. જાયફળને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે આ પાવડરમાં 2-3 ટીપાં લીંબુનો રસ ઉમેરો. બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને પછી 10-15 મિનિટ માટે ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. જો તમે અઠવાડિયામાં બે વાર જાયફળનું પેક લગાવશો તો તમને ચહેરાની કરચલીઓથી છુટકારો મળશે.

જાયફળના આ ઉપયોગથી ડેડ સ્કિન દૂર થાય છે
ઉંમર વધવાને કારણે ત્વચાની ચમક ઓછી થઈ જાય છે અને સ્કીન ડેડ દેખાવા લાગે છે. આ પરેશાનીમાંથી છૂટકારો મેળવવા માટે જાયફળનું પેક અકસીર સાબિત થઈ શકે છે. એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર જાયફળનું પેક ત્વચાને રિપેર કરવામાં અને ડેડ સ્કીનમાંથી છૂટકારો અપાવવામાં કારગર છે. જાયફળના પાવડરમાં પાણીના થોડા ટીપાં ઉમેરીને પેસ્ટ બનાવો અને તેને ત્વચા પર લગાવો. આ પેસ્ટ લગાવવાથી ડેડ સ્કિન તો દૂર થશે અને પિમ્પલ્સથી પણ છુટકારો મળશે. જાયફળની અંદર એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે જે ન માત્ર ઘા ને મટાડે છે પરંતુ ત્વચાની બળતરાને પણ દૂર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news