આ ટીપ્સ ફોલો કરશો તો મહેંદીનો રંગ આવશે એકદમ ઘાટો, જોનાર પણ પુછશે સીક્રેટ

Tips for Dark Mehndi Colour: લગ્ન હોય કે તહેવાર દરેક સ્ત્રીના શણગારને ચાર ચાંદ મહેંદી લગાડે છે. પરંતુ જ્યારે પણ યુવતી હાથમાં મહેંદી કરે છે ત્યારે તેની ઈચ્છા હોય કે મહેંદીનો રંગ એકદમ ઘાટો આવે. પરંતુ કેટલી યુવતીઓના હાથમાં મહેંદીનો રંગ ચઢતો નથી. મહેંદી કલાકોની મહેનત પછી મુકવામાં આવે છે. તેવામાં જો તેનો રંગ ઘેરો ન આવે તો અફસોસ થાય છે. આવું તમારી સાથે ન થાય તે માટે તમને કેટલીક ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરીને મહેંદી મુકશો તો મહેંદીનો રંગ એકદમ ઘાટો આવશે

આ ટીપ્સ ફોલો કરશો તો મહેંદીનો રંગ આવશે એકદમ ઘાટો, જોનાર પણ પુછશે સીક્રેટ

Tips for Dark Mehndi Colour: લગ્ન હોય કે તહેવાર દરેક સ્ત્રીના શણગારને ચાર ચાંદ મહેંદી લગાડે છે. પરંતુ જ્યારે પણ યુવતી હાથમાં મહેંદી કરે છે ત્યારે તેની ઈચ્છા હોય કે મહેંદીનો રંગ એકદમ ઘાટો આવે. પરંતુ કેટલી યુવતીઓના હાથમાં મહેંદીનો રંગ ચઢતો નથી. મહેંદી કલાકોની મહેનત પછી મુકવામાં આવે છે. તેવામાં જો તેનો રંગ ઘેરો ન આવે તો અફસોસ થાય છે. આવું તમારી સાથે ન થાય તે માટે તમને કેટલીક ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરીને મહેંદી મુકશો તો મહેંદીનો રંગ એકદમ ઘેરો આવશે અને લાંબા સમય સુધી ટકશે પણ ખરા. 

આ ટીપ્સ ફોલો કરવાથી મહેંદીનો ચઢશે રંગ

આ પણ વાંચો:

નીલગિરી તેલ
તમે નીલગિરીના તેલનો ઉપયોગ કરીને મહેંદીના રંગને ઘાટો કરી શકે છે. મહેંદી કાઢી લીધા પછી આ તેલને તમારા હાથ પર લગાવો અને લગભગ 30 મિનિટ પછી તમારા હાથ ધોઈ લો.

દેશી ઘી
આ નુસખો તો દાદીનાનીના સમયથી અનુસરવામાં આવે છે. જ્યારે મહેંદી સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધોયા વિના કાઢો અને પછી બંને હાથ પર દેશી ઘી લગાવો.  આમ કરવાથી રંગ ઘાટો થઈ જશે.

બામ
મહેંદીનો રંગ ઘટ્ટ કરવા માટે માથા પર બામ લગાવવાનો ટ્રેન્ડ વધી ગયો છે. મહેંદી સુકાઈ ગયા પછી તેને કાઢી અને હાથ પર બામ ઘસો.  

લવિંગ
લવિંગની મદદથી મહેંદીનો રંગ વધુ ઘાટો બને છે. તેના માટે લવિંગને તવા પર શેકી લો અને લવિંગમાંથી નીકળતા ધુમાડામાં હાથ શેકો. અને પછી હથેળીમાં નાળિયેર તેલ લગાવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news