Health Care: શું તમે પણ 10-15 દિવસ પછી બદલો છો બેડશીટ ? તો આ વાત તમારા માટે જાણવી છે જરૂરી

When To Wash Bedsheet: બેડશીટ એવી વસ્તુ છે જેને રોજ ધોવામાં આવતી નથી. સામાન્ય રીતે લોકો બેડશીટનો ઉપયોગ ઘણા દિવસો સુધી કરે છે અને પછી તેને બદલે છે. આમ લોકો 10, 15 દિવસ ધોયા વગર જ બેડશીટનો ઉપયોગ કરે છે. જો આ દરમિયાન કોઈ વસ્તુ ઢોળાવાના કારણે બેડશીટ ખરાબ થાય તો તેને બદલવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગંદી બેડશીટ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે?

Health Care: શું તમે પણ 10-15 દિવસ પછી બદલો છો બેડશીટ ? તો આ વાત તમારા માટે જાણવી છે જરૂરી

When To Wash Bedsheet: જે બેડ પર સુવાનું હોય છે ત્યાં દરેક ઘરમાં બેડશીટ પાથરવામાં આવે છે. જો કે બેડસીટ એવી વસ્તુ છે જેને રોજ ધોવામાં આવતી નથી. સામાન્ય રીતે લોકો બેડશીટનો ઉપયોગ ઘણા દિવસો સુધી કરે છે અને પછી તેને બદલે છે. આમ લોકો 10, 15 દિવસ ધોયા વગર જ બેડશીટનો ઉપયોગ કરે છે. જો આ દરમિયાન કોઈ વસ્તુ ઢોળાવાના કારણે બેડશીટ ખરાબ થાય તો તેને બદલવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગંદી બેડશીટ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે? રોજ બેડશીટ પર ધૂળ, તેલ, ડેડ સ્કીન સહિત એવી ઘણી વસ્તુઓ જમા થાય છે જે નરી આંખે જોઈ શકાતી નથી. આ વસ્તુઓ અલગ અલગ પ્રકારના ઈન્ફેકશનનું મુખ્ય કારણ બની જાય છે.

બેડશીટ કેટલા દિવસે ધોવી જરૂરી

આ પણ વાંચો:

Upperlips Hair: અપરલિપ્સ કરાવવા વારંવાર પાર્લર જવાની ઝંઝટ ખતમ કરશે આ બ્યુટી ટીપ્સ
 
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યાનુસાર જે વ્યક્તિને શરદી-ઉધરસ હોય કે વધારે નસકોરા આવતા હોય તેમણે અઠવાડિયામાં એકવાર હુંફાળા પાણીમાં ડિટર્જન્ટ ઉમેરીને ચાદરને સારી રીતે પલાળી અને ધોવી જોઈએ.

શ્વાસના દર્દીઓ માટે 

જે લોકો અસ્થમા જેવી શ્વાસ સંબંધિત બીમારી હોય અથવા જે લોકોને ખૂબ પરસેવો થતો હોય તેમણે દર 3 દિવસે તેમની બેડશીટ બદલી લેવી જોઈએ. નહીં તો ખરાબ બેડશીટના કારણે તમે ગંભીર રીતે બીમાર થઈ શકો છો.

આ બાબતોનું રાખો ધ્યાન

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ઘરમાં સફાઈનું તમે ગમે તેટલું સારું ધ્યાન રાખતા હોય પરંતુ તેમ છતાં દર અઠવાડિયે બેડશીટ બદલી દેવી જોઈએ. જો તેનાથી વધારે દિવસ તમે જવા દેશો તો તમે બીમાર પડી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news