બેડ પરની મસ્તી ડબલ કરી દેશે આ 7 વસ્તુઓ, પુરુષો માટે કહેવાય છે 'કામદેવ'નું વરદાન

અહીં જણાવાયા છે પુરુષો માટે છ સુપર ફુડ, લગ્ન બાદ સેવન કરશો તો હંમેશા ખુશ રહેશે તમારી 'શેઠાણી'. દરેક પુખ્તવયના પુરુષે અને ખાસ કરીને પરિણીત પુરુષોએ આ વસ્તુનું સેવન શરૂ કરી દીધું જોઈએ. તેનાથી તમારા જાતીય જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

બેડ પરની મસ્તી ડબલ કરી દેશે આ 7 વસ્તુઓ, પુરુષો માટે કહેવાય છે 'કામદેવ'નું વરદાન

નવી દિલ્લીઃ અહીં વાત થઈ રહી છે ફિઝિકલ રિલેશનની. અહીં વાત થઈ રહી છે પુખ્તવયના બે લોકો વચ્ચેના શારીરિક સંબંધની. ખાસ કરીને નવદંપત્તી માટે આ જાણકારી ખુબ ઉપયોગી નીવડી શકે છે. કારણકે, લગ્ન બાદ ફિઝિકલ રિલેશનમાં ઘણાં કિસ્સાઓમાં ઘણી સમસ્યાઓ સામે આવતી હોય છે. આવા સમયે દંપત્તી વધારે મૂંજવણમાં મુકાઈ જાય છે. શરમ અને સંકોચ અનુભવવા લાગે છે. ડિપ્રેશનમાં આવી જાય છે. કઈ રીતે લાવવો આ સમસ્યાઓનો ઉકેલ?

નિષ્ણાતોનું માનીએ તો આ બધાનું કારણ હોય છે સંતોષનો અભાવ, ઈચ્છા પુર્તિનો અભાવ. પણ શું તમે ક્યારેય વિચાર્યું કે આની પાછળ કયું કારણ જવાબદાર હોઈ શકે. ઘણીવાર મહિલાઓને થતી વિવિધ તકલીફો પણ તેમાં કારણભૂત હોઈ શકે છે. જોકે, ખાસ કરીને લગ્ન બાદ પુરુષો પોતાની મહિલા પાર્ટનરને યોગ્ય સંતોષ ન આપી શકતા હોવાની મોટી ફરિયાદ થતી હોય છે. સેક્સોલોજિસ્ટના ત્યાં પણ આવી પેસન્ટ સૌથી વધારે આવતા હોય છે. ત્યારે તમારે એ સમજવાની જરૂર છેકે, આ તકલીફનું નિવારણ કઈ રીતે થઈ શકે છે. 

સવાલ એ પણ થાય છેકે, સેક્સ લાઈફમાં ઉભી થતી સમસ્યાઓમાં શું તમારે ખરેખર કોઈ દવા કે ડોક્ટરની જરૂર છેકે, પછી તમારી લાઈફસ્ટાઈલ અને ખાનપાનમાં સામાન્ય બદલાવની જરૂર છે. આ સવાલની અંદર જ તમારી સમસ્યાનો જવાબ પણ છુપાયેલો છે. અહીં જણાવવામાં આવી છે એવી છ વસ્તુઓ દેના નિયમિત સેવનથી તમારી સમસ્યાનું થઈ જશે કાયમી સમાધાન. તમારે નહીં પડે કોઈપણ ડોક્ટરના દવાખાને ધક્કા ખાવાની જરૂર. અયોગ્ય આહાર અને ખરાબ જીવનશૈલીને લીધે, ઘણા પરિણીત પુરુષો શારીરિક નબળાઇનો શિકાર બને છે. પોષક તત્ત્વોના અભાવને લીધે કેટલાક લોકોને જાતીય સમસ્યાઓ થવા લાગે છે. 

અહીં જણાવાયા છે પુરુષો માટે છ સુપર ફુડ, લગ્ન બાદ સેવન કરશો તો હંમેશા ખુશ રહેશે તમારી 'શેઠાણી'. દરેક પુખ્તવયના પુરુષે અને ખાસ કરીને પરિણીત પુરુષોએ આ વસ્તુનું સેવન શરૂ કરી દીધું જોઈએ. તેનાથી તમારા જાતીય જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

આ 7 વસ્તુઓનું સેવન પુરુષોને બનાવશે 'પાવરફૂલ':

1) કેળા-
કેળા શરીરને ભરપુર ઉર્જા પુરી પાડે છે. એમાંય દૂધ સાથે કેળાનું સેવન કરવાથી પુરુષોની જાતિય ક્ષમતામાં વધારો થાય છે. દરેક ફિટનેસ લવર આ વસ્તુને જાણે છે. એટલે દરેક સ્પોટ્સ મેન તમને હંમેશા કેળાનું સેવન કરતા જોવા મળશે.

2) ખજૂર-
ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક્ રોગોની ઉત્તમ ઔષધિ પણ છે તેને ખજુરી અને છુહીરા પણ કહે છે.એક કીલો ખજૂર આપણા શરીરમાં 3500 કેલરી ઉર્જાનો સંચાર કરે છે. ખજૂરમાં 70 ટકા શર્કરા હોય છે જેમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તે ઘણાં ખનીજ પદાર્થો જેવા કે આયરન, પોટેશિયમ, મેગ્નીશિયમ, સલ્ફર, કોપર, કેલ્શિયમ, ફોસફરસનો મુખ્ય સ્ત્રોત પણ છે.

3) બદામ-
બદામ પુરુષો માટે ખૂબ ફાયદાકારક છે. બદામમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ જોવા મળે છે મેગ્નેશિયમ સામાન્ય સ્નાયુઓ અને ચેતા કાર્યને જાળવવામાં મદદ કરે છે. બદામ શરીરને શક્તિ પણ આપે છે. બદામ હૃદય અને રુધિરવાહિનીઓના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.

4) બટાટા-
આપણે જોઈએ છીએ કે ઓછા કાર્બવાળા આહારને કારણે મોટાભાગના પુરુષોને બટાટા ખાવાનું પસંદ નથી, જેના કારણે તેમના શરીરની એનર્જા જલ્દીથી થાકવાનું શરૂ કરે છે. બટાકામાં કેળા કરતાં પોટેશિયમ વધુ હોય છે. તેમાં વિટામિન સી અને ફાઇબરની થોડી માત્રા પણ હોય છે, જે પાચક શક્તિને મજબૂત બનાવે છે.

5) ટામેટાંના ફાયદા-
પુરુષોએ આવી વસ્તુઓ ખાવી જોઈએ કે જેમાં લાઇકોપીન વધુ માત્રામાં મળી આવે છે. ટામેટાં લાઇકોપીનનો મુખ્ય સ્રોત છે. લાઇકોપીન એક એન્ટીઓકિસડન્ટ છે જે પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરથી સુરક્ષિત કરે છે. ટામેટા ખાવાથી જાતીય શક્તિ પણ વધે છે.

6) પાલક ખાઓ-
પાલક ખાવાનું પુરુષો માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે. પાલકના સેવનથી શરીરમાં લોહીના પ્રવાહને સુધારે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. તે પુરુષોની કાર્યક્ષમતામાં સુધારો કરે છે.

7) તરબૂચ-
પરિણીત પુરુષોએ તરબૂચનું સેવન કરવું જોઈએ. તરબૂચને દેશી વાયગ્રા પણ કહેવામાં આવે છે. કારણ કે તરબૂચમાં લાઇકોપીન પણ સારી માત્રામાં હોય છે, જે પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે. ઉનાળામાં તેને ખાવાના ઘણા ફાયદા છે. અનેક રોગોથી બચવા સાથે, તે શરીરમાં પાણીની કમી પણ પૂરી કરે છે. તરબૂચમાં જોવા મળતી સાઇટ્રોલિન રક્ત વાહિનીઓને સ્વસ્થ રાખે છે, અને સેક્સ ડ્રાઇવ વધારે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news