ફક્ત 20,000 રૂપિયાના બજેટમાં ફરી આવો વિદેશ, જી હાં આ સંભવ છે...

અમેરિકન ફિલ્મોમાં તમે વિયતનામાનું નામ ખૂબ સાંભળ્યું હશે. પરંતુ ભારતથી વિયતનામા જવું તમારા બજેટમાં છે. દિલ્હીથી ચી મિન અને હનોઇ માટે ફ્લાઇટોનું ભાડું એકદમ ઓછું છે. હાલમાં ઘણી ઓફર ચાલી રહી છે. તમે આ શાંત સ્વભાવના દેશમાં શાનદાર ભોજન અને સંસ્કૃતિની મજા માણી શકો છો. 

ફક્ત 20,000 રૂપિયાના બજેટમાં ફરી આવો વિદેશ, જી હાં આ સંભવ છે...

તમે સાચું સાંભળ્યું. ફક્ત 20,000 રૂપિયામાં વિદેશ યાત્રા સંભવ છે. તેમાં તમારી ફ્લાઇટ ટિકીટ અને હોટલમાં રહેવાની ભાડું પણ સામેલ છે. સાંભળીને વિશ્વાસ થતો નથી કે ભારતની આસપાસ ઘણા એવા દેશ છે જે બિલકુલ ઓછા પૈસામાં તમને ફરવાની મજા માણી શકો છો. તમે આજે અમે તમને જણાવીશું કે તે દેશોના નામ જ્યાં ફરવાનો ખર્ચ એકદમ ઓછો થાય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ દેશોમાં વીઝા ફ્રી છે અથવા માત્ર 1000 ફી છે. 

1. શ્રીલંકા
શિયાળામાં લગભગ આખા ભારતના લોકો ગોવા ફરવા જવાનું વિચારે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે જેટલા બજેટમાં તમે ગોવા જાવ છો, એટલામાં જ શ્રીલંકા જેવા સુંદર દેશ ફરી શકાય. તેનાથી પણ ખાસ વાત એ છે કે એક રૂપિયામાં 2.54 શ્રીલંકાઇ રૂપિયા મળે છે. એટલે આપણો રૂપિયા શ્રીલંકા કરતાં મોંઘો છે. આ ટાપૂ દેશમાં હોટલનું ભાડું ખૂબ ઓછું છે. જમવાનું અને ટેક્સી ભાડું પણ ભારતની તુલનામાં ખૂબ ઓછું છે. તમે માત્ર 20,000 રૂપિયામાં શ્રીલકાની રિટર્ન ફ્લાઇટ અને ત્રણ રાત હોટલનું ભાડું આપી શકો છો. 
 
2. વિયતનામ
અમેરિકન ફિલ્મોમાં તમે વિયતનામાનું નામ ખૂબ સાંભળ્યું હશે. પરંતુ ભારતથી વિયતનામા જવું તમારા બજેટમાં છે. દિલ્હીથી ચી મિન અને હનોઇ માટે ફ્લાઇટોનું ભાડું એકદમ ઓછું છે. હાલમાં ઘણી ઓફર ચાલી રહી છે. તમે આ શાંત સ્વભાવના દેશમાં શાનદાર ભોજન અને સંસ્કૃતિની મજા માણી શકો છો. 

3. નેપાળ
એક એવો દેશ જે બૌદ્ધ મઠોનું ઘર છે જ્યાં લોકો પોતાની આધ્યાત્મિકતા સાથે જોડાવવા અને બૌદ્ધ કલ્ચરને સમજવા માટે આવે છે. આ ઉપરાંત નેપાળની પહાડીઓ દુનિયામાં પોતાના ટ્રેકિંગ માટે ખૂબ જાણિતી છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં સાહસિક ઉત્સાહી લોકોને ટ્રેકિંગ કરતાં જોઇ શકાય છે. જોકે નેપાળના નામપર મોટાભાગના ભારતીય વધુ રસ ધરાવતા નથી પરંતુ આ દેશ એકવાર જોવા લાયક છે. સીમિત સંસાધનોમાં ચાલી રહેલા દેશમાં ખાણીપીણી અને ફરવા માટે ઘણા સ્થળ છે. 

4. સિંગાપુર
તમને વિશ્વાસ નહી થાય. પરંતુ આ સત્ય છે. માત્ર 20,000 રૂપિયામાં તમે સિંગાપુરમાં ફરવું સંભવ છે. પરંતુ તેમાં થોડી ટ્રિક પણ છે. તમારે ફ્લાઇટની કિંમતો પર સર્ચિંગ કરવું પડશે. દર મહિને ઓછામાં ઓછા બે ત્રણ દિવસ આવે છે જ્યારે ફ્લાઇટોની કિંમત માત્ર 6-7 હજાર વચ્ચે હોય છે. રિટર્ન ટિકિટ બુક કરાવતાં તમારે યોગ્ય ભાવમાં મળી શકે છે. સાથે જ હાલમાં ખૂબ સસ્તી હોટલોના ઓપ્શન મળી શકે છે. 

5. થાઇલેન્ડ
વિદેશોના નામ પર મોટાભાગના ભારતીયોના મનમાં થાઇલેન્ડનું નામ સૌથી પહેલાં આવે છે. તેનું કારણ પણ છે. અહીં જવા માટે ટિકિટ દિલ્હીથી ચેન્નઇ અને દિલ્હીથી બેંગ્લોર કરતાં પણ સસ્તી છે. ભારતના મોટાભાગના પર્યટકો વિદેશ ટ્રિપના નામે થાઇલેન્ડને જ પ્રિફર કરે છે. તેનું એક ખાસ કારણ આ ફોરેન ટ્રિપ બજેટમાં હોવું પણ છે અને આ દેશની સુંદરતા પણ છે. તમે થાઇલેન્ડમાં ફી ફી આઇલેન્ડ, પતાયા બીચ સાથે બેન્કોંગ શહેર પણ જઇ શકો છો.
 

6. ભૂટાન
દુનિયા સૌથી સુખી દેશને કોણ જોવા ન માંગે? ભૂટાનની યાત્રા માત્ર 20,000 રૂપિયામાં સંભવ છે. તમને સસ્તી ફ્લાઇટ ટિકિટો ઉપરાંત સ્વાદિષ્ટ ભોજન અને ફરવાનું પણ આ બજેટ સંભવ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news