આઈપીએલ 2019: આ ત્રણ ફેક્ટર જે હરાજીમાં મોટી ભૂમિકા ભજવશે
2019 આઈપીએલ સિઝન માટે આશરે 1003 ખેલાડીઓનું નામ રજીસ્ટર કરાવ્યું હતું. તેમાંથી વિશ્વભરના 346 ખેલાડી 18 ડિસેમ્બર 2018ના જયપુરમાં યોજાનારી હરાજી બાદ પોતાની ફ્રેન્ચાઇઝી માટે રમશે. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર રિચાર્ડ મૈડલે હરાજીકર્તા તરીકે જોવા મળશે નહીં. આ વખતે તેમની જગ્યાએ એડમિએડીજ જોવા મળશે. આઈપીએલની હરાજી અને ક્રિકેટર્સની ફ્રેન્ચાઇઝી જાણવા માટે ફેન્સ રાહ જોઈ રહ્યાં છે. ઘણા ખેલાડી એવા છે જે પોતાની પહેલાની ફ્રેન્ચાઇઝી માટે પણ રમશે. તેનું સારૂ ઉદાહરણ છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. પ્રથમ સિઝનથી જ ઘણા શાનદાર ખેલાડીઓ આ ટીમમાં રહ્યા છે પરંતુ ટીમ હજુ સુધી ટાઇટલ જીતી શકી નથી.
તેવામાં આવો જાણીએ આ વખતે હરાજીમાં ખેલાડીઓને ખરીદવા ફ્રેન્ચાઇઝી માટે કઈ કઈ વાતો સૌથી મહત્વપૂર્ણ છે.
ખેલાડીઓની હાજરી
આઈપીએલના ફાઇનલ બાદ આઈસીસી વર્લ્ડ કપ 2019 શરૂ થવાનો છે. તેવામાં ઘણા મોટો ખેલાડીઓનો કાર્યક્રમ પહેલાથી તૈયાર છે જેના કારણે ઘણા ખેલાડીઓ આઈપીએલમાં રમશે નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વર્લ્ડ કપ સ્કોવડ માટે પોતાની ટીમ પસંદ કરી લીધી છે અને પહેલા જાહેરાત કરી દીધી કે આ ખેલાડી આઈપીએલમાં ભાગ લેશે નહીં. આ ખેલાડીઓમાં મિશેલ સ્ટાર્ક, એરોન ફિન્ચ અને ગ્લેન મેક્સવેલ સામેલ છે.
હાલમાં મુસ્તાફિઝુર રહેમાનને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી. જેના કારણે તે, આઈપીએલમાં રમશે નહીં. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પોતાના ખેલાડીઓને આઈપીએલમાં રમવાની મંજૂરી આપી છે. ત્યાં સુધી જાણવા મળ્યું કે, વિરાટ કોહલીએ બોલરોનો વર્કલોડ મેનેજ કરવા માટે બીસીસીઆઈને આગ્રહ કર્યો છે. તેવામાં આ વર્ષે ઘણા સ્ટાર ખેલાડીઓ આઈપીએલમાંથી બહાર રહી શકે છે.
બેઝ પ્રાઇઝ
હરાજીમાં સોથી મહત્વપૂર્ણ કોઈ વસ્તુ હોય તો તે ખેલાડીઓની બેઝ પ્રાઇઝ હોય છે. આ બેઝ પ્રાઇઝના આધારે તે ખેલાડીની હરાજી થાય છે. બેઝ પ્રાઇઝના અલગ-અલગ સેટ હોય છે. આ સેટમાં બરાબર બેઝ પ્રાઇઝવાળા ખેલાડીઓને રાખવામાં આવે છે. અહીંથી ફ્રેન્ચાઇઝી તેને ખરીદે છે.
2 કરોડની કેટેગરીમાં વિશ્વભરના નવ ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. તેમાં માનવામાં આવી રહ્યું છે કે, કોરી એન્ડરસન, એન્જેલો મેથ્યુસ અને ડાર્સી શોર્ટ જેવા ખેલાડીઓને લગભગ કોઈ ખરીદશે કારણ કે તેની બેઝ પ્રાઇઝ ખુબ વધુ છે.
જો બેઝ પ્રાઇઝ 1.5 કરોડની વાત કરીએ તો તેમાં મોર્ને મોર્કલ, રિલે રોસોવ, લ્યૂક રાઇટ અને લીએમ ડોવસન જેવા ખેલાડીઓ છે. શિમરોન હૈટમેયર, જેને સૌથી વધુ ભાવ મળશે તેવી આશા છે, આ સિઝનમાં તેને 50 લાખ બેઝ પ્રાઇઝની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.
આયોજન સ્થળ
આઈપીએલ બે દાયકાના ઈતિહાસમાં માત્ર બે સિઝન એવી રહી જ્યારે તેનું આયોજન ભારતની બહાર કરવામાં આવ્યું છે. 2009મા આઈપીએલનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું અને 2014ની સિઝનનું આયોજન યૂએઈમાં કરવામાં આવ્યું હતું. દેશની બહાર આઈપીએલના આયોજનનું કારણ લોકસભા ચૂંટણી રહી હતી. તેવામાં 2019મા ફરી એકવાર લોકસભાની ચૂંટણી છે, તેવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આવતા વર્ષે આઈપીએલનું આયોજન ભારત બહાર કરવામાં આવશે.
પરંતુ હજુ સુધી આવનારી સિઝન માટે સ્થળની જાહેરાત થઈ નથી. તેમ છતાં સ્થળ આઈપીએલની હરાજીમાં ખેલાડીઓની હરાજીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે આઈપીએલનું આયોજન દક્ષિણ આફ્રિકામાં થઈ શકે છે. મહત્વનું છે કે, રહાજીની યાદીમાં સૌથી વધુ 26 ખેલાડીઓ દક્ષિણ આફ્રિકાના છે.
Trending Photos