ભારતના 5 સૌથી સસ્તા હિલ સ્ટેશન, જેની સુંદરતા સામે સ્વિટ્ઝર્લેન્ડની ખીણો પણ ફેલ

Affordable Hill Station: ભારતમાં ઘણા એવા હિલ સ્ટેશન છે, જે સુંદર તો છે પરંતુ ખુબ મોંઘા પડે છે. અહીં અમે તમને કેટલાક એવા સસ્તા હિલ સ્ટેશનો વિશે જણાવીશું, જ્યાં તમે આરામથી હરી-ફરી શકો છો. જાણો તે પાંચ હિલ સ્ટેશનો વિશે...

દાર્જિલિંગ

1/6
image

પશ્ચિમ બંગાળનું ખુબ સુંદર રેલવે સ્ટેશન જે પોતાના ચાના બગીચા માટે વર્લ્ડ ફેમસ છે. અહીં તમે ચાની ચુસ્કી લેતા સુંદર પહાડોનો નજારો જોઈ શકો છો. સાથે ત્યાં ઘણી ફન એક્ટિવિટી માણી શકો છો.

મસૂરી

2/6
image

ઉત્તરાખંડનું ફેમસ મસૂરી એક જાણીતું હિલ સ્ટેશન છે. તે દિલ્હીથી માત્ર 300 કિમી દૂર છે, જ્યાં તમે ખુબ ઓછા બજેટમાં ફરી શકો છો. મસૂરીને પહાડોની રાણી પણ કહે છે. આ જગ્યા એક ફેમસ હનીમૂન ડેસ્ટિનેશન તો છે, ફેમેલી વેકેશન માટે પણ બેસ્ટ છે.  

ઉટી

3/6
image

તમિલનાડુનું જાણીતું હિલ સ્ટેશન, જ્યાંના ટી ગાર્ડન, ઐતિહાસિક ઈમારતો અને સુંદર નજારા તેને એક પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશન બનાવે છે. મે મહિનામાં અહીં એક ફેમસ ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવે છે. અહીં તળાવો, વોટરફોલ, બોટેનિકલ ગાર્ડન, પહાડ વધુ હાજર છે.

કુર્ગ

4/6
image

કર્ણાટકનું કૂર્ગ હિલ સ્ટેશન કોડાગુ હિલ સ્ટેશન પોતાના કોફીના બગીચાઓ, ઝરણા અને પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. અહીં સુગંધિત મસાલા ઉગાડવામાં આવે છે. કુર્ગ, ઝરણા, કિલા, પ્રાચીન મંદિર અને તિબેટીયન વસાહતો ફરી શકો છો.  

માથેરાન

5/6
image

મહારષ્ટ્રના પશ્ચિમી ઘાટ અને સહ્યાદ્રી પર્વતમાળા વચ્ચે સ્થિત માથેરાન હિલ સ્ટેથન મુંબઈથી માત્ર 100 કિમી દૂર છે. અહીંના લુઇસા પોઈન્ટ પર લોકો ટ્રેકિંગ માટે પણ જાય છે, જ્યાં પહાડની ટોચ પર પહોંચતા ઠંડી હવાઓ અને સુંદર નજારા જોવા મળે છે.

મેક્લોડગંજ

6/6
image

હિમાચલ પ્રદેશના જાણીતા હિલ સ્ટેશન, જે પોતાની તિબેટી સંસ્કૃતિ, પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મિક લાઇફસ્ટાઇલ માટે ફેમસ છે. જો તમે ઘોંઘાટથી દૂર જઈ શાંત જગ્યા પર જવા ઈચ્છો છો તો મેક્લોડગંજ એક પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશન છે.