YEAR ENDER 2018: 7 ભારતીય ખેલાડી જેણે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

વર્ષ 2018 સમાપ્તિ તરફ છે અને ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઈંગ્લેન્ડ પ્રવાસ સિવાય ભારતીય ટીમ બાકી તમામ જગ્યાએ સારૂ રમી છે. કેટલાક નવા ખેલાડીઓએ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું છે. તો ઘણા ખેલાડી એવા છે કે, જેને ટીમમાં વાપસીની તક મળી તો ઘણાને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયામાં રમી ચુકેલા કેટલાક ખેલાડીઓએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેમાં ઘણા દિગ્ગજ ક્રિકેટરો પણ સામેલ છે. 
 

ભારતના 6 ખેલાડીઓએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું, તેમાંથી ઘણા મોટા નામ પણ છે. એક ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટનો દિગ્ગજ છે અને ભારત માટે પણ રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમાંથી એક નામ તે પણ છે, જેણે ભારતને બે વિશ્વકપ અપાવવામાં ખૂબ મદદ કરી હતી. તો આજે તે ખેલાડીઓ વિશે ચર્ચા કરીશું જેણે ક્રિકેટને બાયબાય કરી દીધું છે. 

ગૌતમ ગંભીર

1/7
image

લાંબા સમય સુધી ભારતીય ટીમ માટે રમનાર ગૌતમ ગંભીરે 4 ડિસેમ્બરે સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી સંન્યાસ લેવાની ઘોષણા કરી હતી. એક વીડિયોના માધ્યમથી કરિયરના તમામ પાસાઓ પર વાત કરતા ગંભીરે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. 2003મા આ ખેલાડીએ પર્દાપણ કર્યું હતું અને ફેન્સ તેને ખુબ પસંદ કરતા હતા. એક ટી20 અને એક વનડે વિશ્વકપ ભારતને અપાવવાનો શ્રેય તેને જાય છે. ભારત માટે ગંભીરે 58 ટેસ્ટ, 147 વનડે અને 37 ટી20 મેચ રમી છે. 

ગંભીરે 2007 ટી20 વિશ્વકપના ફાઇનલમાં 75 અને 2011 વિશ્વકપના ફાઇનલમાં 97 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. ગંભીરે 58 ટેસ્ટમાં 4154, 147 વનડેમાં 5238 અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં 932 રન બનાવ્યા છે. પોતાની આગેવાનીમાં કોલકત્તા નાઇટરાઇડર્સને બે વખત આઈપીએલનો ખિતાબ પણ અપાવી ચુક્યો હતો. 

પ્રવીણ કુમાર

2/7
image

ભારતીય ટીમ માટે 2007મા પર્દાપણ કરનાર ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે આ વર્ષે ઓક્ટોબરમાં નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. તેણે સ્વિંગમાં મહારથ સાહિલ કરી અને બોલ બંન્ને સાઇડ સ્વિંગ કરાવી શકતો હતો. ભારતીય ટીમમાં રહેતા તેણે 6 ટેસ્ટ, 68 વનડે અને 10 ટી20 મેચ રમી હતી. 

વનડે ક્રિકેટમાં તેણે અંતિમ મેચ 2012મા રમી અને ટેસ્ટ મેચ 2011મા રમી હતી, ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 27 વિકેટ અને વનડેમાં 77 વિકેટ છે. ટી20 ક્રિકેટમાં તે આઠ વિકેટ ઝડપી શક્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ માટે રમવા સિવાય તે આઈપીએલમાં પણ ચાર ટીમો તરફથી રમ્યો હતો. તેમાં મુંબઈ ઈન્ડિયન્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, હૈદરબાદ અને ગુજરાત લાયન્સ સામેલ છે. 

આરપી સિંહ

3/7
image

ભારતીય બોલર રુદ્રપ્રતાપ સિંહે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. આ વર્ષે 4 સપ્ટેમ્બરે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક સંદેશો લખતા આરપી સિંહે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેણે 4 સપ્ટેમ્બર 2005મા ઝિમ્બાબ્વે વિરુદ્ધ હરારે વનડે મેચની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી અને 4 સપ્ટેમ્બરે જ નિવૃતીની પણ જાહેરાત કરી હતી. આ ફાસ્ટ બોલરે 2007ના ટી20 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ભારત આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું હતું. ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આરસી સિંહે 14 ટેસ્ટ, 58 વનડે અને 10 ટી20 મેચ રમી હતી. 

મુનાફ પટેલ

4/7
image

ભારતીય ટીમમાં ભરૂચ એક્સપ્રેસના નામથી ઓળખાતા મુનાફ પટેલે આ વર્ષે નવેમ્બરમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ભારત માટે તે છેલ્લે 2011મા રમ્યો હતો. ભારત માટે 70 વનડે, 13 ટેસ્ટ અને 3 ટી20 મેચ રમવાની તક મળી હતી. આ દરમિયાન તેણે કુલ 125 વિકેટ ઝડપી હતી. 

પરવિંદર અવાના

5/7
image

જુલાઈમાં પરવિંદર અવાનાએ 31 વર્ષની ઉંમરમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી હતી. અવાનાએ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી માટે રમતા અવાના 2012મા ભારત માટે બે ટી20 મેચ રમી ચુક્યો છે. આ સિવાય તે આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમનો સભ્ય હતો. 

સુબ્રમણ્યમ બદ્રીનાથ

6/7
image

સુબ્રમણ્યમ બદ્રીનાથે સપ્ટેમ્બરમાં એક પ્રેસ વાર્તાના માધ્યમથી સંન્યાસની જાહેરાત કરી હતી. ભારત માટે તેણે 10 આંતરરાષ્ટ્રીય મેચ રમી પરંતુ તેને ડોમેસ્ટિક ક્રિકેટનો મહાન ખેલાડી માનવામાં આવે છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તર પર 7 વનડે અને 2 ટેસ્ટ મેચ રમી હતી. આ સિવાય તેને 1ટી10 મેચ રમવાનું સૌભાગ્ય મળ્યું હતું. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો અને 10 હજારથી વધુ રન બનાવ્યા હતા. આઈપીએલમાં તે મહેન્દ્ર સિંહ ધોનીની સાથે ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો.   

મોહમ્મદ કેફ

7/7
image

આ વર્ષે જુલાઇમાં 37 વર્ષની ઉંમરમાં આ ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી. 13 જુલાઈએ તેણે સંન્યાસની જાહેરાત કરી અને 2002મા આ તે દિવસ હતો જ્યારે ઈંગ્લેન્ડમાં તેણે યુવરાજ સિંહની સાથે મળીને નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં હરાવ્યું હતું. 

કેફે ભારત માટે 13 ટેસ્ટ અને 125 વનડે મેચ રમી છે. 2003મા દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા વિશ્વકપમાં ભારતીય ટીમે ફાઇનલ સુધીની સફર નક્કી કરી હતી અને તે ટીમમાં પણ હતો. પોતાના જમાનામાં તેણે વિશ્વ કપના શ્રેષ્ઠ ફીલ્ડરોમાંથી એક માનવામાં આવે છે. હાલમાં તેણે પોતાનું કાર્ય ક્રિકેટમાં જાળવી રાખ્યું છે. તે આંતરરાષ્ટ્રીય મેચોમાં હિન્દીમાં કોમેન્ટ્રી કરે છે.