Photos: વિશ્વની યુનિક ફેમિલીનું બિરુદ તો ભારતના આ જ પરિવારને મળવુ જોઈએ
નવી દિલ્હી : વિશ્વમાં અનેક પરિવારો એવા છે, જે પોતાની વિચિત્રતા કે યુનિકનેસને કારણે ફેમસ બની જાય છે. પણ હૈદરાબાદની આ ફેમિલી પર તમને વિશ્વાસ નહિ થાય. હૈદરાબાદની આ ફેમિલીની વિશ્વની સૌથી બટકી (શોર્ટ હાઈટેડ) ફેમિલીનું બિરુદ મળી ચૂક્યું છે. હૈદરાબાદની રહેવાસી ચૌહાણ ફેમિલી વિશ્વના તમામ પરિવારોથી અલગ છે. રામ રાજના પરિવારના તમામ સદસ્યો બટુક છે.
પરિવારના મુખિયા 52 વર્ષીય રામરાજ કહે છે કે, અમે જ્યારે પણ ઘરમાંથી બહાર નીકળીએ છીએ, તો લોકોની ભીડ થઈ જાય છે. તેઓ અમને અલગ અલગ પ્રકારના સવાલો પૂછે છે. જેમ કે, તમે આટલા નાના કેમ છો. ક્યાંથી આવ્યા છો. દરેક કોઈ કોમેન્ટ્સ કરે છે. રામ રાજ લગ્ન પ્રસંગોમાં સ્વાગત કરવાનું કામ પણ કરે છે. બેંક્વેટ જેવા હોલમાં તેઓ બહાર ઉભા રહીને મહારાજા સ્ટાઈલમાં લોકોનું વેલકમ કરે છે. આ નોકરી તેમની જરૂરિયાત બની ગઈ છે.

લગ્ન પ્રસંગે આવું કામ કરીને રૂપિયા કમાવવાથી તેમના પરિવારની જરૂરિયાતો પૂરી નથી થઈ જતી. તેઓ કહે છે કે, તેમને કોઈ નોકરી આપવા પણ તૈયાર નથી હોતું. જે પણ મળે છે, તે પૂછે છે કે તમે કામ કેવી રીતે કરશો. રામ રાજની 27 વર્ષની દીકરી એકાઉન્ટન્ટ બનવા માંગે છે, પણ તે પણ આ બીમારીથી પીડિત છે. જે તેને પિતા તરફથી વારસામાં મળી છે. તેને નોકરી શોધવામાં પણ તકલીફો થાય છે. આ પરિવારની દીકરીઓને લગ્ન કરવામાં પણ આ આનુવંશિક બીમારી કારણભૂત બને છે.
21 લોકોના પરિવારમાં 18 બટુક છે. તેમાં રામ રાજની સાત બહેનો અને ત્રણ ભાઈ બટુક હતા. જેમાંથી કેટલાક તો મૃત્યુ પામી ચૂક્યા છે. આ પરિવાર શારીરિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે. મોટાભાગના પગથી નબળા છે. કેટલાક તો કોઈના સહારા વગર ચાલી પણ શક્તા નથી.
જોકે, આટઆટલી સમસ્યાઓ છતાં આ પરિવારમાં જિંદાદિલી સ્પષ્ટ ઝળકાઈ આવે છે. જિંદગી જીવવાની જ છે તેવો જુસ્સો દરેકના મનમાં છે, જેથી તેઓ દરેક સમસ્યાનો સામનો કરી લે છે.
Trending Photos