Aadhaar Card Scams થી તમને બચાવશે આ 5 ટિપ્સ, દરેક આધાર યૂઝરને ખબર હોવી જ જોઈએ આ માહિતી

આધાર કાર્ડ એક ઓળખ પત્ર હોય છે જેને સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. આધાર કાર્ડને તમે તમારી ઓળખ સાબિત કરવા માટે ઉપયોગ કરી શકો છો. હવે તે પણ જો કે સ્કેમર્સની પકડથી બાકાત રહ્યું નથી. દગાબાજો લોકોના આધાર કાર્ડનો ઉપયોગ કરીને તેમની સાથે સ્કેમ કરે છે. આથી તમારે તમારા આધારના યૂઝ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. અમે તમને એવી પાંચ ટિપ્સ વિશે જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે આધાર કાર્ડ સ્કેમથી બચી શકો છો. 

ફોટોકોપી કરાવતી વખતે સતર્ક રહો

1/5
image

તમે આધાર કાર્ડની ફોટોકોપી  કરાવતી વખતે સાવધાની વર્તો. તમે સુનિશ્ચિત કરો કે તમારા આધારની કોપી ક્યાંક દુકાન પર રહી તો નથી ગઈ ને. આ કોપીનો ઉપયોગ કોઈ વ્યક્તિ ફ્રોડ કરવા માટે કરી શકે છે. 

આધાર કાર્ડને અપડેટ રાખો

2/5
image

આધાર કાર્ડ સ્કેમથી બચવા માટે બીજો સરળ ઉપાય છે તમે તમારા આધાર કાર્ડને અપડેટ રાખો. તમારા આધાર કાર્ડને હંમેશા નવા એડ્રસ અને મોબાઈલ નંબર સાથે અપડેટ રાખો. આ સાથે જ જો તમે તમારું આધાર કાર્ડ ગુમાવી દો તો તરત UIDAI ની વેબસાઈટ પર રિપોર્ટ કરો. 

ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો

3/5
image

સ્કેમથી બચવા માટે તમે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરતી વખતે સાવધાની વર્તો. તમે કોઈ પણ વેબસાઈટપર આધાર કાર્ડનો નંબર ન નાખો. તમે ફક્ત વિશ્વસનીય વેબસાઈટ અને એપ્સ પર જ તમારા આધાર કાર્ડનો ઉપયોગ  કરો. તમે આધાર કાર્ડ આધારિત લેવડદેવડ કરતી વખતે સાવધાની વર્તો. 

UIDAI ની વેબસાઈટથી જાણકારી મેળવો

4/5
image

જો તમે આધાર કાર્ડ સંબંધિત કોઈ જાણકારી લેવા માંગતા હોવ કે મનમાં કોઈ સવાલ હોય તો તમારે તે માટે UIDAI ની વેબસાઈટ પર જવું જઈએ. આ વેબસાઈટ પર તમને આધાર કાર્ડ સંલગ્ન દરેક માહિતી મળી રહેશે. 

હેલ્પલાઈનનો ઉપયોગ કરો

5/5
image

જો તમે આધાર કાર્ડ સંબંધિત કોઈ જાણકારી મેળવવા માંગતા હોવ તો તમે UIDAI ની હેલ્પલાઈન 1947 ઉપર કોલ પણ કરી શકો છો. આ સિવાય આધાર મિત્રનો પણ ઉપયોગ કરી શકો છો. આધાર મિત્ર એક ચેટબોટ છે જેને UIDAI દ્વારા શરૂ કરાયું છે. આ ચેટબોટ તમારા આધાર સંલગ્ન સવાલોનો જવાબ આપવામાં મદદ કરે છે.