TATA TIGORનો બ્રાન્ડ એમ્બેસડર બન્યો ઋતિક રોશન, જાણો કેટલી છે કારની કિંમત

દેશની સૌથી મોટી કંપની ટાટા મોટર્સ પોતાની TIGOR મોડલને નાવા રૂપમાં 10 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે. TATA TIGORને કંપનીએ નવા ફિચર્સ સાથે લોન્ચ કરવા જઇ રહી છે.

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કંપની ટાટા મોટર્સ પોતાની TIGOR મોડલને નાવા રૂપમાં 10 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે. આ પહેલા કંપનીએ નવી ટિગોર મોડલ માટે ફિલ્મ અભિનેતા ઋતિક રોશનને પોતાનો બ્રાન્ડ એમ્બેસડર બનાવ્યો હતો. કંપનીને વિશ્વાસ છે કે ઋતિકનું કંપની સાથે જોડાવવાથી નવી TIGORના વેચાણમાં વધારો થશે. TATA TIGORને કંપનીએ નવા ફિચર્સ સાથે લોન્ચ કરવા જઇ રહી છે.

તહેવારમાં વધશે વેચાણ

1/5
image

વર્તમાન ટાટા ટિગોર કંપનીની અન્ય કારના પ્રમાણમાં ઘણી ઓછી છે. તેને ધ્યાનમાં રાખીને ટાટા મોટર્સ તેને અપડેત કરી તહેવારની સિઝનમાં ઋતિક રોશન દ્વારા લોન્ચ કરવા માંગે છે. ટાટા ટિગોરની સામે ટાટા નેક્સન, ટિયાગો અને હેક્સાનું વેચાણ વધું છે.

હેડલેમ્પમાં ક્રોમ વર્ક

2/5
image

કંપનીએ ટાટા ટિગોરનું નવું ટિઝર લોન્ચ કર્યું છે. જેમાં સંકેત છે કે નવી ટાટા ટિગોરમાં ઘણા નવા ફિચર્સ છે. તેના હેડલેમ્પમાં ક્રોમ વર્ક કરવામાં આવ્યું છે અને ક્રિસ્ટર દ્વારા પ્રભાવિત એલઇડી ટેલ લાઇટ પણ લગાવવામાં આવી છે.

ઇન્ફોટેન્મેન્ટ પર છે વિશેષ ધ્યાન

3/5
image

ટાટા મોટર્સ નવી ટિગોરમાં અપડેટેડ ઇન્ફોસિસ્ટમ લઇને આવી શકે છે. જે અંડ્રોઇડ ઓટો અને કારપ્લે બન્ને ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત હોય શકે છે. હાલમાં આ ફિચર્સ ટાટા નેક્સનમાં જોવા મળી રહ્યુ છે.

એન્જિનમાં મોટો ફરફાર નથી

4/5
image

નવી ટિયોગ 1.2 લીટર રેવોટ્રોન પેટ્રોલ અને 1.05 લીટર ટેવોટોક ડીઝલ એન્જિનથી લેસ હશે. પેટ્રોલ એન્જિન 83 બીએચપી પાવર અને 114 ન્યૂટન મીટરનું ટોર્ક જનરેટ કરે છે. ત્યારે ડીઝલ યૂનિટ 69 બીએચપી પાવર અને 140 ન્યૂટન મીટરનું ટોર્ક જનરેટ કરે છે.

આ કાર સાથે થશે સ્પર્ધા

5/5
image

ટાટા મોટર્સની નવી ટિગોર મોડલ કારની મુખ્ય સ્પર્ધા હુન્ડાઇ એક્સેન્ટ, મારુતિ સુઝુકી ડિઝાયર અને નવી ફોર્ડ એસ્પાયરની સાથે થશે. હાલમાં ટિગોરની એક્સ શો રૂમ (દિલ્હી)ની કિંમત 5.06 લાખ રૂપિયાથી શરૂ થાય છે.