અક્ષય કુમારને લગ્નની પહેલી રાતે ટ્વિંકલ ખન્ના વિશે ખબર પડી હતી એવી વાત કે જાણીને તેને વળી ગયો પરસેવો

Akshay Kumar: બોલીવુડના ખિલાડી કુમાર અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્નાની લવ સ્ટોરી વિશે તો તમે પણ જાણતા હશો. તેમની લવ સ્ટોરી જેટલી રસપ્રદ છે તેટલી જ રસપ્રદ તેમની સુહાગરાતની એક ઘટના પણ છે. આ ખૂબ જ રસપ્રદ ઘટના છે જેના વિશે આજે તમને જણાવીએ. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્ન થયા ત્યાર પછી તેમની સુહાગરાત પર અક્ષય કુમાર સામે ટ્વિંકલ ખન્નાની એક એવી વાત આવી હતી જેને લઈને અક્ષય કુમાર પરેશાન થઈ ગયો હતો. 

1/4
image

આજના સમયમાં અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના ઇન્ડસ્ટ્રીના આઈડિયલ કપલમાંથી એક છે બંને સોશિયલ મીડિયા પર ઘણી વખત પોતાની તસવીરો શેર કરતા હોય છે જેમાં તેમનું શાનદાર બોડિંગ જોવા મળે છે.

2/4
image

પરંતુ એક ઇન્ટરવ્યૂ દરમિયાન અક્ષય કુમાર એ પોતાની સુહાગરાતની એક ઘટના વિશે જણાવ્યું હતું. અક્ષય કુમાર ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લગ્નની પહેલી રાતે તેને ટ્વિંકલ વિશેની એક મોટી વાત ખબર પડી હતી. જેના વિશે સાંભળીને અક્ષય કુમાર પણ ગભરાઈ ગયો હતો. 

3/4
image

લગ્નની પહેલી રાતે ટ્વિંકલ ખન્નાને જોઈને અક્ષય કુમારને સમજાઈ ગયું હતું કે જો કદાચ તેમની લડાઈ થશે તો તે ક્યારેય ટ્વિંકલ ખન્ના સામે જીતી શકશે નહીં આ વાતને લઈને તે ચિંતામાં પડી ગયો હતો. અક્ષય અને ટ્વિંકલ પહેલી વખત ઇન્ટરનેશનલ ખેલાડીના સેટ પર મળ્યા હતા. ત્યાર પછી અક્ષય કુમારને ટ્વિંકલ ખન્ના સાથે પ્રેમ થઈ ગયો અને તેને લગ્ન માટે અભિનેત્રીને પ્રપોઝ કરી.

4/4
image

આ કપલને આજે બે સંતાન છે જેમાં દીકરો આરવ અને દીકરી નિતારા છે. લગ્ન પછી ટ્વિંકલ ખન્ના એ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ અલવિદા કહી દીધું જ્યારે અક્ષય કુમાર આજે પણ ફિલ્મોમાં એક્ટિવ છે અને ટૂંક સમયમાં તેની ઓએમજી 2 ફિલ્મ રિલીઝ થશે.