અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયાના લગ્નની તસવીરો થઈ વાયરલ, જુઓ પીઠી લઈને વરઘોડાના Photos

Dharmik Malaviya Wedding : આમ આદમી પાર્ટીના સુરતના બે દિગ્ગજ નેતા લગ્નના બંધને બંધાયા છે. બંનેએ પોતાના જીવનસંગીનીઓ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ છે. ત્યારે લોકોએ અભિનંદનનો વરસાદ કરયો છે. અલ્પેશ કથીરિયા સુરતના ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્નતાંતણે જોડાયા છે. તો ધાર્મિક માલવિયાએ મોનાલી હિરપરા સાથે લગ્ન જીવનનો આરંભ કર્યો છે.

Alpesh Kathiriya Wedding

1/8
image

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા પાટીદાર અનામત આંદોલનથી લાઈમલાઈટમાં આવ્યા હતા. તેઓ હાર્દિક પટેલના આંદોલનના જૂના સાથી હતા. તેના બાદ સમીકરણો બદલાયા. બાદમાં બંને નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તાજેતરમા યોજાયેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ કથીરિયાએ વરાછા બેઠકથી તો ધાર્મિક માલવીયાએ ઓલપાડ બેઠકથી આમ આદમી પાર્ટી માટે ઉમેદવારી કરી હતી. 

Dharmik Malaviya Wedding

2/8
image

અલ્પેશ પટેલ અને ધાર્મિક માલવીયા પાટીદાર યુવા ચહેરા તરીકે પ્રખ્યાત છે. તેઓનો પાટીદાર યુવા વર્ગમાં મોટી છાપ છે. પાટીદાર આંદોલનથી લાઈમલાઈટમાં આવનાર અલ્પેશ કથીરિયા વ્યવસાયે વકીલ છે. અલ્પેશ કથીરિયાએ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્ન કર્યા છે. એક વર્ષ પહેલા અલ્પેશ કથીરિયાએ કાવ્યા પટેલ સાથે સગાઇ કરી હતી. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. અલ્પેશ કથીરિયાએ ભાજપના નેતા સાથે સગાઇ કરતા લોકોમાં કુતૂહલ પણ સર્જાયું હતું. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઇના બંધનથી બંધાયા હતા. 

Alpesh Kathiriya And Dharmik malaviya Wedding

3/8
image

ધાર્મિક માલવિયાએ મોનાલી હિરપરા સાથે નવા જીવની શરુઆત કરી છે. તેમના લગ્ન સૌરાષ્ટ્ર પટેલ સમૂહ લગ્નમાં થયા હતા. એટલુ જ નહિ, તેઓએ લગ્નની પત્રિકામાં ખાસ સંદેશો આપ્યો હતો. તેઓએ પત્રિકા થકી વ્યસન, ટ્રાફિક નિયમન, ડ્રગ્સ, સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. 

Wedding Photos

4/8
image

બંને નેતાઓની લગ્નની તમામ વિધિઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેમની પીઠીની વિધિથી લઈને સંગીત, ઘોડી ચડવાની તથા લગ્નની તસવીરો પર ઢગલાબંધ લાઈક્સ મળી રહી છે. 

Alpesh Kathiriya Marriage Photos Viral

5/8
image

Alpesh Kathiriya Marriage Photos Viral

6/8
image

Alpesh Kathiriya Marriage Photos Viral

7/8
image

AAP Gujarat Patidar Leader Marriage

8/8
image