‘અમે મરીશું, તો તમને સાથે લઈને મરીશું...’ અમદાવાદી યુવાઓના આવા ટોળા ઘરે કોરોના લઈ જાય છે 

વીડિયો એએમસી દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં કોવિડ મામલે લોકોની બેદરકારી છતી કરતો વીડિયો છે. ટોળા સ્વરૂપે અને માસ્ક વગર લોકો એકઠા થાય છે. હજીપણ અમદાવાદના લોકો ખૂબ જ બેદરકાર છે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોરોનાથી બચવા માટે એક જ રસ્તો છે તકેદારી. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયનું પ્લાન કરશો તો કોરોના સંક્રમણ (corona virus) થી બચી શકાશે. દરેક વ્યક્તિના પ્રયાસથી જ આ શક્ય છે. હાલ, જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કોરોના મહામારીને કાબુમાં કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 25 સપ્ટેમ્બર,  2020 ના રોજ કરેલ સઘન કામગીરી દરમ્યાન અમદાવાદ શહેરમાંથી કેટલાક ફોટો અને વીડિયો લેવામાં આવ્યા છે. આ તસવીરો જોતાં સ્પષ્ટ જણાય છે કે, યુવા વર્ગ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ (social distancing) નાં નિયમોનો ઠેરઠેર ભંગ કરી રહ્યાં છે. 

યુવાઓના આવા ટોળા ઘરે કોરોના લઈ જાય છે

1/7
image

મુખ્યત્વે સિંધુ ભવન રોડ, પ્રહલાદ નગર રોડ, આઈ.આઈ.એમ. રોડ, એસ જી હાઇવે અને રીંગ રોડ જેવા વિસ્તારોમાં યુવાનોના ટોળા ભેગા થતાં જોવા મળે છે. આમ કરવાથી, તેઓ ઘરે જઈને ઘરમાં રહેતા તેમના માતાપિતા, કુટુંબીજનો અને બીજા વયોવૃદ્ધ લોકોને સંક્રમિત કરવાનું જોખમ વધારી રહ્યાં છે.

Amcએ રિલીઝ કર્યો વીડિયો

2/7
image

આ વીડિયો એએમસી દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં કોવિડ મામલે લોકોની બેદરકારી છતી કરતો વીડિયો છે. ટોળા સ્વરૂપે અને માસ્ક વગર લોકો એકઠા થાય છે. હજીપણ અમદાવાદના લોકો ખૂબ જ બેદરકાર છે. 

એએમસીની યુવાઓની સલાહ

3/7
image

આવા તમામ લોકો ફરજીયાત માસ્ક પહેરે અને મોટા ગ્રુપમાં સોશિયલ ડિસ્ટન્સીંગનાં નિયમોનું પાલન કરે. જેનું પાલન નહિ કરવામાં આવે તો અ.મ્યુ.કો. દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગાઈડલાઈનના ભંગની કાર્યવાહી

4/7
image

કોવિડ ગાઈડલાઈન ભંગ મામલે એએમસીની કામગીરી સામે આવી છે. અમદાવાદીઓની બેદરકારી અંગેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અત્યાર સુધી 55,000 દુકાનોને 1.88 કરોડનો દંડ કરાયો છે. તો મોટા મોલ અને શોપિંગ કોમ્પલેક્સ પાસેથી દંડ રૂપે રૂપિયા 31.41 લાખ વસૂલાયા છે. 

લોકો પાસેથી દંડ વસૂલ્યો છતા નથી શીખતા

5/7
image

માસ્ક ન પહેરવા બદલ 4.5 લાખ લોકો પાસેથી 2.24 કરોડ દંડ વસૂલાયો છે. 6949 લોકો પાસેથી જાહેરમાં થૂંકવા બદલ 27.21 લાખ રૂપિયા વસૂલાયા છે. તો 608 પાન ગલ્લા પાસેથી રૂ.38.61 લાખ વસૂલાયા  છે. આ ઉપરાંત 35 ટી સ્ટોલ સીલ કરાયા છે, અને 1200 બંધ કરાયા છે.   

6/7
image

7/7
image