શ્રીદેવીના નિધન પર અનિલ કપૂરના ઘરે જામ્યો ફિલ્મસ્ટાર્સનો જમાવડો

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીના નિધનની જાણકારી મળ્યા બાદ અર્જુન કપૂર પોતાની ફિલ્મનું શૂટિંગ છોડી, સીધા મુંબઇ પોતાના કાકા અનિલ કપૂરના ઘરે પહોંચ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીદેવીની બંને પુત્રીઓ હાલ અનિલ કપૂરના ઘરે જ છે અને તેથી જ અર્જુન પણ સીધો અનિલ કપૂરના ઘરે પહોંચ્યો. સાથે જ બોની કપૂર પણ હાલ દુબઇમાં જ છે અને તેથી જ બધા લોકો સીધા અનિલ કપૂરના ઘરે પહોંચી રહ્યા છે. 

1/8
image

2/8
image

ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ શ્રીદેવીના મોતની જાણકારી મળ્યા બાદ અનિલ કપૂરના ઘરે પહોંચ્યા. તમને જણાવી દઇએ કે શ્રીદેવી સાથે મનીષ પણ તે સમયે લગ્નનો ભાગ બન્યા હતા ત્યારબાદ શ્રીદેવીનું નિધન થઇ ગયું. 

3/8
image

રેખા પણ શ્રીદેવીના નિધનના સમાચાર મળ્યા બાદ અનિલ કપૂરના ઘરની બહાર સ્પૉટ થઇ, અચાનક થયેલા મોતથી બોલીવુડ સદમામાં છે. 

4/8
image

કોરિયોગ્રાફર વેભવી મર્ચેંટ પણ અનિલ કપૂરના ઘરે પહોંચી. તમને જણાવી દઇએ કે શ્રીદેવીનું નિધન શનિવારે રાત્રે કાર્ડિએક અરેસ્ટના લીધે થયું. 

5/8
image

તો બીજી તરફ કરણ જોહરને શ્રીદેવીના મોતના સમાચાર મળ્યા, તે તેમના ઘરે જાહ્નવીને લેવા પહોંચ્યા. જહ્વાનીને લઇને તેમના કાકા અનિલ કપૂરના ઘરે પહોંચ્યા. હાલ જહ્વાવી પણ અનિલ કપૂરના ઘરે છે. તમને જણાવી દઇએ કે જહ્વાવીને ફિલ્મ 'ધડક'થી બોલીવુડમાં લોન્ચ કરી રહ્યાં છે.

6/8
image

અભિનેત્રી રાણી મુખર્જી પણ જાણકારી મળતાં અનિલ કપૂરના ઘરે પહોંચી.

7/8
image

સંજય કપૂરની પત્ની મહીપ કપૂર પોતાની પુત્રી શનાયા સાથે અનિલ કપૂરના ઘરે પહોંચી. તમને જણાવી દઇએ કે શ્રીદેવીની ડેડ બોડી આજે મુંબઇ લાવવામાં આવશે, જેને બપોરે 12 વાગ્યા સુધી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

8/8
image

શ્રીદેવીની સાથે ઘણા ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા રજનીકાંત પણ તેમના અંતિમ સંસ્કાર માટે મુંબઇ પહોંચી ગયા છે. તમને જણાવી દઇએ કે શ્રીદેવીએ 1967માં એક બાળ કલાકાર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. શ્રીદેવીએ હિંદી ઉપરાંત તેલુગૂ, તમિળ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમની અંતિમ ફિલ 'મોમ' હતી અને આ ફિલ્મ માટે તેમના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. (બધા જ ફોટા અમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.com પરથી લેવામાં આવ્યા છે.)