બચ્ચન પરિવારમાં આવ્યું નવું મહેમાન, ઐશ્વર્યાએ ટ્વિટ કરીને આપી માહિતી

એસયુવી LX 570 લેક્સસની સૌથી દમદાર એસયુવીમાંની એક છે. તેની એક્સ શો રૂમ કિંમત 2.32 કરોડ રૂપિયા છે. કારમાં 5.7 લીટરવાળું V8 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 5600 rpm પર 362 Bhpનું પાવર અને 3200 rpm પર 530 Nm ટોર્ક જનરેટ કરે છે. 

ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો

1/5
image

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 11 ઓક્ટોબરના રોજ પોતાનો 76મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. તેમના બર્થડે પર અનેક પ્રશંસકોએ તેમને કેબીસીના સેટ પર શાનદાર ગિફ્ટ આપી હતી. આ ઉપરાંત તેમના ગેરેજમાં એક નવી એસયુવી કાર પણ આવી ગઈ છે. કારનું નામ એસયુવી લેક્સસ એલએક્સ 570 છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને આરાધ્યાની કાર સાથેની ફોટો ઐશ્વર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. 

બિગબીના બર્થડે પર ખરીદાઈ કાર

2/5
image

એક દિવસ પહેલા જ શેર કરાયેલી આ તસવીરથી અંદાજ લગાવી શકાય છે કે, નવી એસયુવીને બિગબીના બર્થડે પર ખરીદવામાં આવી છે. એસયુવી Lexus LX 570 લેક્સસની પ્રીમિયમ એસયુવી છે. બિગબીની પાસે પહેલેથી જ રોલ્સ રોયસ ફેન્ટમ, પોર્શે કેમન, મિની કુપર, મર્સિડીસ બેન્ઝ એસ ક્લાસ અને બેન્ટલે કોન્ટિનેંટલ જીટી છે. Lexus LX 570ને ઈન્ડિયન માર્કેમમાં મે મહિનામાં લોન્ચ કરાઈ છે.

લેક્સસની સૌથી દમદાર એસયુવી

3/5
image

એસયુવી LX 570 લેક્સસની સૌથી દમદાર એસયુવીમાંની એક છે. તેની એક્સ શોરૂમ કિંમત 2.32 કરોડ રૂપિયા છે. કારમાં 5.7 લીટરવાળું V8 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 5600 rpm પર 362 Bhpની પાવર અને 3200 rpm પર 530 Nmનો ટોર્ક જનરેટ કરે છે. કારના એન્જિનમાં 8 સ્પીડ ઓટોમેટિક ગિયર બોક્સ છે. 7.7 સેકન્ડમાં તે 100 કિલોમીટર સુધીની સ્પીડ પકડવામાં સક્ષમ છે. તેની ટોપ સ્પીડ 219 કિલોમીટર પ્રતિ કલાક છે. 

લૂકમાં મોટી લાગે છે

4/5
image

કાર ઓલ વીલ ડ્રાઈવથી છે. કાર જોવામાં બહુ જ મોટી લાગે છે. તેની લંબાઈ 5080 mm, પહોળાઈ 1980 mm અને ઊંચાઈ 1865 mm છે. વજનની વાત કરીએ તો 2660 કિલો છે. LX 570ની ડિઝાઈન 450dને મળતી આવે છે. કારમાં એલઈડી હેડલેમ્પ પણ આપવામાં આવ્યા છે.

કારમાં રિયર સીટ એન્ટરટેઈનમેન્ટ પેકેજ

5/5
image

કારમાં નવી ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 14 સેન્સરવાળું ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ, 19 સ્પીકર માર્ક લેવિનસન ઓડિયમ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ સુવિધા છે. આ ઉપરાંત કારમાં ફ્રન્ટ સીટની પાછળ રિયર સીટ એન્ટરટેઈનમેન્ટ પેકેજ આપવામાં આવ્યું છે.