તે પાંચ શૂઝ જેને પહેરીને ઘણા ફુટબોલરોએ નવી ઊંચાઈઓ સર કરી

વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે ફુટબોલ, જે પગથી રમવામાં આવે છે. તેવામાં ફુટબોલ ખેલાડીઓ માટે શૂઝ ખુબ મહત્વ રાખે છે. દરેક ખેલાડી પોતાની જરૂરીયાત અને કંફર્ટ પ્રમાણે શૂઝની પસંદગી કરે છે, જેથી મેચ દરમિયાન તે વધુમાં વધુ ગોલ કરી શકે. તેથી અમે આજે તમને તેવા પાંચ શૂઝ વિશે જણાવી રહ્યાં છીએ, જેને પહેરીને ફુટબોલરોએ ખેલ જગતમાં ખૂબ નામના મેળવી છે. 

એડિડાસ 16.1

1/5
image

ફુટબોલ જગતમાં સૌથી વધુ પહેરાતા શૂઝ છે. આ શૂઝને એટેકિંગ મૂડના ખેલાડી વધુ પહેરે છે. આ શૂઝની ખાસિયત છે કે, તે ખેલાડીને વધુ ગતિ પ્રદાન કરે છે. પરંતુ ખેલાડીઓને ઈજાગ્રસ્ત થવાની સંભાવના પણ વધુ રહે છે. ગારેથ બેલ, લુઈસ સુઆરેઝ, શિંજી કગાવા આ શૂઝ પહેરે છે. 

એડિડાસ એસ 17.1 લેધર

2/5
image

આ શૂઝને ખાસ કરીને મિડફીલ્ડરો માટે બનાવવામાં આવ્યા છે. નંબમ્બરમાં પ્રથમવાર એડીડાસે તેને બજારમાં ઉતાર્યા હતા. 11 ટકા ખેલાડીઓ આ શૂઝને પહેરે છે. મુસા ડેમ્બલે, ફિલિપ લામ, મૈનુઅલ નિયોર જેવા ઘણા શાનદાર ફુટબોલર તેને પહેરે છે. 

નાઈકી ટૈમ્પો લેજેન્ડ

3/5
image

નાઈકી ટૈમ્પો લેજેન્ડ ડિફેન્ડરોના પસંદગીના શૂઝ છે. એવું માનવામાં આવે છે કે, આ શૂઝને ઓસ્ટ્રેલિયામાં મળતા ખાસ જાનવરની ચામડીમાંથી બનાવવામાં આવે છે. તેને વિશ્વના શાનદાર 10 ટકા ફુટબોવરો પહેરીને રમે છે. સર્જિયો રામોસ, જેરાર્ડ પીક અને થિયાગો સિલ્વા જેવા જાણીતા ડિફેન્ડર તેને પહેરે છે. 

નાઈકી મરક્યૂરિયલ સુપરફ્લાઇ વી

4/5
image

ફુટબોલરો માટે સુંદર ડિઝાઇનથી શૂઝ બનાવવામાં નાઈકી કંપનીનું મહત્વનું યોગદાન છે. નાઈકી મરફ્યૂરિયલ સુપરફ્લાઇ વીને લગભગ 9 ટકા ખેલાડીઓ પહેરે છે. ફ્લાઈનીટ ટેક્નોલોજી આ શૂઝને વધુ ખાસ બનાવે છે, જેને પહેર્યા બાદ ખેલાડીને જોડાનો અનુભવ પણ થતો નથી. એલેક્સિસ સાંચેજ, એંથોની મર્શિયલ અને હેનરિખ મખિતર્યાન જેવા ફુટબોલર આ શૂઝ પહેરે છે. 

નાઈકી મરક્યૂરિયલ વેપર ઈલેવન

5/5
image

આ શૂઝને પહેરતા ફુટબોલરોની સંખ્યા લગભગ 7 ટકા છે. નાઈકી કંપની દ્વારા બનાવવામાં આવેલા આ શૂઝનો લૂક શાનદાર છે. આ શૂઝ સ્પીડ નિયંત્રણ કરવામાં ખૂબ મદદ કરે છે. એડેન હજાર્ડ, નેમાર કુટીનિયો અને ડિએગો કોસ્ટા જેવા દિગ્ગજ ફુટબોલર આ શૂઝ પહેરે છે.