બ્લેકબેરીએ લોંચ કર્યા બે ફોન, જાણો શું છે ફીચર્સ અને કિંમત

બ્લેકબેરી હેંડસેટ્સનું નિર્માણ અને વિતરણ કરનાર ઘરેલૂ કંપની ઓપ્ટિમસ ઇંફ્રાકોમે ગુરૂવારે ભારતીય બજારમાં બે બ્લેકબેરી હેંડસેટ- 'ઇવોલ્વ' અને 'ઇવોલ્વ એક્સ' લોંચ કર્યા

Blackberry

1/5
image

નવી દિલ્હી: જે કંપનીનો ફોન ફક્ત તમારા 'બોસ' ઉપયોગ કરતા હતા તે બ્રાંડ ફરીથી બજારમાં ધાક જમાવવા માટે તૈયાર છે. બ્લેકબેરી હેંડસેટ્સનું નિર્માણ અને વિતરણ કરનાર ઘરેલૂ કંપની ઓપ્ટિમસ ઇંફ્રાકોમે ગુરૂવારે ભારતીય બજારમાં બે બ્લેકબેરી હેંડસેટ- 'ઇવોલ્વ' અને 'ઇવોલ્વ એક્સ' લોંચ કર્યા, જેની કિંમત ક્રમશ: 24,900 રૂપિયા અને 34,900 રૂપિયા છે. આ ડિવાઇસોનું ઓપ્ટિમસના નોઇડા સ્થિત ફેક્ટરીમાં ડિઝાઇન અને ઉત્પાદન કરવામાં આવ્યું છે. 

Blackberry

2/5
image

બ્લેકબેરીના મોબિલિટી સોલ્યૂશંસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને જનરલ મેનેજર એલેક્સ થર્બરે કહ્યું 'સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારી કરીને અને સુરક્ષિત એડ્રોંઇડ બ્લેકબેરી સ્માર્ટફોનના ઉત્પાદનનું લાઇસન્સ આપવાના અમારા પ્રયત્નોને અમારા ભાગીદાર ઓપ્ટિમસ ઇંફ્રાકમ દ્વારા લોંચ કરવામાં આવેલા નવા સ્માર્ટફોન્સને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. 

Blackberry

3/5
image

બ્લેકબેરી ઇવોલ્વ અને બ્લેકબેરી ઇવોલ્વ એક્સમાં ફૂલ વ્યૂ 18:9 ડિસ્પ્લે, ડોલ્બી સરાઉંડ સાઉંડ, ડ્યૂઅલ કેમેરા, એંટરપ્રાઇઝ ગ્રેડ સુરક્ષા અને નિજતા તથા ક્વિક ચાર્જિંગ ટેક્નોલોજીથી સજ્જ છે.

Blackberry

4/5
image

આ ડિવાઇસમાં ફેશિયલ રિકોગનિશન તથા ફાસ્ટ ફિંગરપ્રિંટ અનલોક સુવિધાઓ છે. ઓપ્ટિમસ ઇંફ્રાકોમના કાર્યકારી નિર્દેશક હરદીપ સિંહે કહ્યું 'બ્લેકબેરી ઇવોલ્વ અને ઇવોલ્વ એક્સ સાથે અમે ડિઝાઇન અને ટેક્નોલોજીના તત્વોને પુર્નપરિભાષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

Blackberry

5/5
image

બ્લેકબેરી ઇવોલ્વ એક્સમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો અને 12 પ્લસ 13 મેગાપિક્સલનો એએફ ડ્યુઅલ પાછળનો કેમેરો છે, જેમાં ડ્યુઅલ ટોન એલઇડી ફ્લેશ છે.