Superhit Movies: બોક્સ ઓફિસ પર રોકેટ બનીને ઉડી હતી આ ફિલ્મો, તોડ્યા તમામ રેકોર્ડ

Movies Cross 400 crore Budget: સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 બોક્સ ઓફિસ પર માત્ર 12 દિવસમાં 400 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. પરંતુ માત્ર ગદર 2 જ નહીં, આજે અમે એવી 6 ફિલ્મો વિશે વાત કરવાના છીએ, જેમણે બોક્સ ઓફિસ પર રોકેટની ઝડપે 400 કરોડની કમાણી કરી છે.

 

 

1/6
image

RRR: એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત જુનિયર એનટીઆર અને રામ ચરણની ફિલ્મ આરઆરઆરએ માત્ર 4 દિવસમાં 400 કરોડની કમાણી કરી લીધી હતી. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનું કુલ કલેક્શન 1236 કરોડ હતું.

2/6
image

Pathaan: શાહરૂખ ખાન, જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણે પણ કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે 11 દિવસમાં 400 કરોડની કમાણી કરી લીધી છે.

3/6
image

Gadar 2: સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 એ ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, સની દેઓલની ફિલ્મે 12 દિવસમાં 400 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અને હવે ગદર 2 500 કરોડની ક્લબમાં પ્રવેશવાની તૈયારી કરી ચૂકી છે.

4/6
image

Baahubali 2: પૈન ઈન્ડિયા ફિલ્મ બાહુબલીનાં બંને ભાગોએ કમાણીનાં રેકોર્ડ તોડ્યા જ નહીં પરંતુ ઘણા બધા રેકોર્ડ પણ બનાવ્યા. બાહુબલીના પાર્ટ 2ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. કહેવાય છે કે આ ફિલ્મે 18 દિવસમાં 400 કરોડની કમાણી કરી લીધી હતી.

5/6
image

2.0: રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ 2.0 એ પણ રિલીઝના 21 દિવસમાં 400 કરોડનો આંકડો પાર કરી લીધો.

6/6
image

KGF 2: વર્ષ 2022માં રિલીઝ થયેલી સુપરસ્ટાર યશની ફિલ્મ KGF 2 એ પણ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે 23 દિવસમાં 400 કરોડની કમાણી કરી લીધી હતી.