નક્સલીઓના ડરથી તીર ઉઠાવવા મજબૂર બન્યા બાળકો, ડરી ડરીને જીવી રહ્યાં છે

ભારતના અનેક ગામો એવા છે, જ્યાં વિકાસનું નામોનિશાન નથી. હજી તાજેતરમાં જ સાંભળ્યું હશે કે ઝારખંડના એક ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પહેલીવાર બોરિંગ હેન્ડપંપ લગાવવામાં આવ્યો. તો છત્તીસગઢની વાત જ કંઈક અલગ છે. નક્સલવાદથી પ્રભાવિત આ વિસ્તાર આજે પણ પછાત છે. એક તરફ નક્સલીઓનો ડર અને બીજી તરફ વિકાસથી સાવ છેટુ રહેલા ગામો. છત્તીસગઢમાં આવેલ પોચપાની નામના ગામમાં રસ્તા ન હોવાને કારણે લોકોને જંગલમાંથી પસાર થઈને ગામ પહોંચવું પડે છે. ગામના બાળકો આ રસ્તાથી સ્કૂલ જતા ગભરાય છે. કારણ કે તેમને હંમેશા નક્સવાદીઓનો ડર સતાવતો રહે છે. 

સ્કૂલ જતા ગભરાય છે બાળકો

1/5
image

જમશેદપુરથી અંદાજે 80 કિલોમીટર દૂર ઝારખંડ અને બંગાળની સીમા પર એક ગામ વસેલું છે, જેનું નામ પોચપાની છે. જ્યાં મોટાભાગના આદિવાસી અને સબર જાતિના લોકો રહે છે. આ ગામ વિકાસના કામોથી ઘણું દૂર છે. રસ્તા ન હોવાને કારણે લોકોને જંગલમાંથી પસાર થવું પડે છે. પણ, ગામના બાળકો આ રસ્તાથી સ્કૂલ જતા ગભરાય છે. કારણ કે તેમને હંમેશા નક્સલીઓનો ડર સતાવે છે.

હાથમાં તીર-કામઠા સાથે જાય છે સ્કૂલ

2/5
image

આવી પરિસ્થિતિમાં બાળકો સ્કૂલ જવાનું પણ બંધ કરી શક્તા નથી. નક્સલીઓના ડરથી બાળકો ગ્રૂપમાં સ્કૂલ જવા નીકળે છે અને તેમના હાથમાં તીર-ધનુષ પકડીને નીકળે છે. (પ્રતીકાત્મક તસવીર)

જંગલમાં દેખાય છે નક્સલી

3/5
image

સ્કૂલી વિદ્યાર્થી બુધુ સબરનું કહેવું છે કે, કેટલાક દિવસોથી તેને સ્કૂલ જતા-આવતા સમયે કેટલાક લોકો જંગલમાં દેખાય છે. તેઓ ઈશારો કરીને બોલાવે છે, પણ અમારું મોટું ગ્રૂપ અને અમારા હાથમાં તીર-ધનુષ હોવાથી તેમની હિંમત થતી નથી. 

બાળકોની સુરક્ષા તેમના હાથમાં

4/5
image

અન્ય એક વિદ્યાર્થી કાલા સબરનું કહેવું છે કે, જંગલમાં જે લોકો દેખાય છે તેઓ અમારા ગામના નથી. તેઓ અજીબ ભાષા બોલે છે. અમને ડર લાગે છે. તેમનો મુકાબલો કરવા માટે અમે તીર-ધનુષ લઈને સ્કૂલ જઈએ છીએ.

આદિવાસીઓને કારણે નથી થઈ રહ્યો વિકાસ

5/5
image

લોકોનું કહેવું છે કે, આદિવાસીઓને કારણે ગામનો વિકાસ થઈ શક્યો નથી. એકવાર નક્સલીઓએ રસ્તા નિર્માણનું કામ બંધ કરાવી દીધું, તે આજદિન સુધી બંધ છે. તેમના ડરથી બાળકોને હાથમાં તીર-ધનુષ લઈને સ્કૂલ જવું પડી રહ્યું છે.