પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન, તસવીરોમાં જુઓ અસર

રાહુલ ગાંધી આજે રામ મેદાનમાં અન્ય નેતાઓ સાથે સરકારને મોંઘવારી મુદ્દે ઘેરતા ધરણા પ્રદર્શન કરશે. 

દેશભરમાં સતત વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજે એટલે કે સોમવારે ભારત બંધનું આહવાન કર્યું છે. કોંગ્રેસના અનુસાર તેણે 21 વિપક્ષી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પોતાની કૈલાશ માનસરોવર યાત્રાથી પરત ફરી આવ્યા છે. તે સવારે રાજઘાટ પહોંચી ગયા છે. ત્યાં તે અન્ય નેતાઓ સાથે સરકારને મોંઘવારીના મુદ્દે ઘેરતાં ઘરણા પ્રદર્શન કરશે. આ પહેલાં તે રામલીલા મેદાન સુધી પગપાળા માર્ચ કારી રહ્યા છે. (ફોટો સાભાર: ANI)

પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવના વિરોધમાં પ્રદર્શન

1/14
image

તેલંગાણામાં પણ કોંગ્રેસ કાર્યકર્તાએ દેશભરમાં વધી રહેલા પેટ્રોલ, ડીઝલના ભાવને લઇને વિરોધ-પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. (ફોટો સાભાર: ANI)

CPI અને CPM કાર્યકર્તાઓએ ભારત બંધનું સમર્થન કર્યું

2/14
image

આંધ્રપ્રદેશમાં પણ સીપીઆઇ અને સીપીએમના કાર્યકર્તાઓએ ભારત બંધનું ખુલીને સમર્થન કર્યું અને વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. (ફોટો સાભાર: ANI)

વિજયવાડામાં પણ ધરણા પ્રદર્શન

3/14
image

આંધ્રપ્રદેશના વિજયવાડામાં વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવના વિરોધમાં સીપીઆઇના કાર્યકર્તાઓ અને નેતા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. (ફોટો સાભાર: ANI)

દુકાનોને લાગ્યા તાળ્યા

4/14
image

તો બીજી તરફ બિહારની રાજધાની પટનામાં પણ ભારત બંધ દરમિયાન બંધની ખૂબ અસર જોવા મળી. પેટ્રોલ-ડીઝલના લીધે ભાવના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ સવારે જ દુકાનોને તાળા લગાવવાનું શરૂ કરી દીધું. (ફોટો સાભાર: ANI)

ટ્રેન રોકવામાં આવી

5/14
image

પટનામાં બંધના લીધે આજે સવારેથી જ દુકાનો બંધ છે રસ્તા વેરાન ભાસી રહ્યા છે. મળતી માહિતી અનુસાર બિહારના કેટલાક ભાગમાં પ્રદર્શનકારીઓ દ્વારા કેટલાક ભાગોમાં આગચંપી અને ટ્રેન રોકવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે.

પાટા પર સૂઇ ગયા કાર્યકર્તા

6/14
image

તો બીજી તરફ જન અધિકારી પાર્ટી લોકતાંત્રિક કાર્યકર્તા દ્વારા બંધના સમર્થનમાં રાજેંદ્ર નગર ટર્મિનલ રેલવે સ્ટેશન બ્લોક કરવાના પણ સમાચાર મળ્યા છે. બંધના સમર્થનમાં કાર્યકર્તા રેલવેના પાટા પર સૂઇ ગયા હતા. જેના લીધે લાંબા સમય સુધી રેલ સેવા પ્રભાવિત થઇ. (ફોટો સાભાર: ANI)

કર્ણાટક

7/14
image

કોંગ્રેસ દ્વારા ભારત બંધના આહવાનને જોતાં કર્ણાટકમાં પણ ખુલીને સમર્થન મળી રહ્યું છે. (ફોટો સાભાર: ANI)

બધી દુકાનો અને ટ્રાંસપોર્ટ સુવિધા ઠપ્પ

8/14
image

કર્ણાટકમાં આજે બધી સ્કૂલ-કોલેજો બંધ છે અને દુકાનોથી માંડીને શાકમાર્કેટ પણ બંધ છે. જેના લીધે સામાન્ય લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. (ફોટો સાભાર: ANI)

સોનિયા ગાંધી

9/14
image

માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ રાજઘાટ પહોંચી ગયા છે. ત્યાં અન્ય વિપક્ષી પાર્ટીઓના મુખ્ય નેતાઓની સાથે વિરોધ પ્રદર્શન કરશે. (ફોટો સાભાર: ANI)

કોંગ્રેસી નેતા હિંસક ઘટનાઓમાં સામેલ ન થાય

10/14
image

રાજઘાટ પર આ પ્રદર્શન સવારે લગભગ 9 વાગ્યાથી શરૂ ગયું છે. ભારત બંધને લઇને કોંગ્રેસી નેતાઓએ પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તે શાંતિપૂર્વક પ્રદર્શન કરે અને કોઇપણ પ્રકારના હિંસક પ્રદર્શનમાં સામેલ ન થાય. (ફોટો સાભાર: ANI)

ઓડિશા

11/14
image

ઓડિશાના સંભલપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાએ એક ટ્રેન રોકીને પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવનો વિરોધ વ્યક્ત કર્યો. (ફોટો સાભાર: ANI)

ભુવનેશ્વરમાં બાઇક રેલી

12/14
image

ઓડિશાના ભુવનેશ્વરમાં પણ વિપક્ષી દળોએ ઓઇલની કિંમતમાં થઇ રહેલા વધારા વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું અને બાઇક રેલી કાઢીને વિરોધ નોધાવ્યો. (ફોટો સાભાર: ANI)

ગુજરાતમાં અસર

13/14
image

ગુજરાતમાં કેટલીક જગ્યાએ લોકોએ ટાયર સળગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો અને બધી દુકાનો અને સ્ટોલ્સને બંધ કરવાની અપીલ કરી. સામાન્ય દિવસોની તુલનામાં રસ્તા પર ભીડ પણ ઓછી છે. (ફોટો સાભાર: ANI)

ટ્રાંસપોર્ટ

14/14
image

અહીં સવારથી જ રસ્તાઓ સુમસામ થઇ ગયા છે. ટ્રાંસપોર્ટની સુવિધા પણ સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગઇ છે. રસ્તા પર ના તો લોકો જોવા મળે છે ના તો લોકો. (ફોટો સાભાર: ANI)