એન્ટીલિયાની અત્યંત ભવ્ય સજાવટ, તસવીરોમાં જુઓ ઈશા અંબાણીના લગ્નની તૈયારીઓ

ઈશા અંબાણીના લગ્નની પ્રી વેડિંગ સેરેમનીએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.

આજે લગ્ન થઈ રહ્યાં છે. રાજસ્થાનના ઉદયપુરમાં પ્રી વેડિંગ કાર્યક્રમો બાદ હવે ઈશા અંબાણી અને આનંદ પીરામલ બુધવારે એન્ટીલિયામાં સાત ફેરા ફરશે. સૂત્રઓએ જાણકારી આપી કે અંબાણી પરિવાર લગ્ન સમારોહ પર એક કરોડ ડોલર કે તેનાથી પણ વધુનો ખર્ચ કરી રહ્યો છે. જો કે મીડિયામાં આવેલા અહેવાલો મુજબ લગ્નમાં 10 કરોડ ડોલર ખર્ચ થાય તેવું અનુમાન છે. ઉદયપુરમાં આયોજિત કાર્યક્રમોથી વિપરીત વિવાહ સમારોહમાં સીમિત સંખ્યામાં મહેમાનો સામેલ થશે. ઉદયપુર કાર્યક્રમમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટન, વૈશ્વિક બેન્કરો અને બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થયા હતાં. 

આવી રીતે સજ્યો ગેટ

1/9
image

એન્ટીલિયામાં જેવો કોઈ પ્રવેશ કરશે કે તેમને નજર આવશે આ સુંદર ગેટ. ફૂલોથી સજાવેલો આ સુંદર ગેટ તેમનું સ્વાગત કરશે. 

આવી રીતે થશે સ્વાગત

2/9
image

અહેવાલોનું માનીએ તો અનેક નેતાઓ અને મંત્રીઓ આ લગ્નમાં સામેલ થઈ શકે છે. 

સ્વર્ગ જેવું ઘર

3/9
image

સૂત્રોના જણાવ્યાં મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓએ પણ લગ્નમાં સામેલ થવાની પુષ્ટિ કરી છે. 

અતિ મોંઘા લગ્ન

4/9
image

પોલીસે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લગ્નમાં સામેલ થશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. આ લગ્નને ભારતીય ઉદ્યોગ જગતમાં અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવી રહ્યાં છે. 

શું વાત છે

5/9
image

ઈશા અને આનંદ પીરામલના લગ્ન અંબાણી હાઉસ એન્ટીલિયામાં થશે. તેના કારણે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 

 

ચક્કાજામ

6/9
image

ટ્રાફિક પોલીસે કહ્યું કે મહેમાનોની અવરજવરના કારણે સવારે થોડા ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી શકે છે. 

આજે છે લગ્ન

7/9
image

સૂત્રોના જણાવ્યાં મુજબ મહેમાનોની સૂચિમાં લગભગ 600 મહેમાનો હશે. જેમાં બંને પરિવારના નજીકના સંબંધીઓ અને મિત્રો હાજર રહેશે. 

આવો છે નજારો

8/9
image

આવનારા મહેમાનોમાં મોટાભાગના દુલ્હા અને દુલ્હનના પરિવારના નજીકના સભ્યો હોઈ શકે છે. રિસેપ્શન શુક્રવારે બાંદ્રા કુર્લા કોમ્પલેક્સના મેદાનમાં થશે. 

આવી રીતે સજ્યા દ્વાર

9/9
image

પોલીસે કહ્યું કે વિસ્તારમાં પહેલેથી જ પોલીસકર્મીઓ તહેનાત છે. લગ્નમાં વીવીઆઈપી લોકોની હાજરીના કારણે સુરક્ષા અત્યંત ચુસ્ત કરવામાં આવી રહી છે. (તમામ તસવીરો સાભાર- યોગેન શાહ)