'દીપ-વીર' રિસેપ્શનઃ બચ્ચને ગાયું 'જુમ્મા-ચુમ્મા', નવયુગલે કર્યો ધમાકેદાર ડાન્સ, જૂઓ તસવીરો...

રૂપેરી પડદે ફિલ્મ 'પીકુ'માં દીપિકા પાદુકોણના પિતાની ભૂમિકા ભજવી ચૂકેલા અમિતાભ બચ્ચને પોતાની રીલ લાઈફની પુત્રીના લગ્નમાં જોરદાર ધમાલ મચાવી હતી 

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 1 ડિસેમ્બરના રોજ મુંબઈમાં બોલિવૂડ માટે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. અહીં, બોલિવૂડની તમામ હસ્તીઓ હાજર રહી હતી. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ તેમના પરિવાર સાથે નવયુગલને આશિર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. રૂપેરી પડદે ફિલ્મ 'પીકૂ'માં દીપિકા પાદુકોણના પિતાની ભૂમિકા ભજવી ચૂકેલા અમિતાભ બચ્ચને પોતાની રીલ લાઈફની પુત્રીના લગ્નમાં જોરદાર ધમાલ મચાવી હતી. અમિતાભે રણવીર સિંહ સાથે તેમના ગીત 'જુમ્મા-ચુમ્મા' પર જોરદાર ડાન્સ કર્યો હતો. આ ડાન્સમાં દીપિકા પાદુકોણે પણ વ્હાઈટ સ્નીકર્સ પહેરીને તાલ સાથે તાલ મિલાવી હતી. 

બચ્ચન પરિવારે દીપિકા-રણવીર સાથે કરી જોરદાર ધમાલ

1/7
image

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ ઉપર લગ્નના આ રિસેપ્શનના ઈન્સાઈડ ફોટો શેર કર્યા છે, જેમાં બચ્ચન ફેમિલી દીપિકા-રણવીર સાથે ધમાલ કરતું જોવા મળી રહ્યું છે. 

મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં યોજાયું હતું દીપવીરનું અંતિમ રિસેપ્શન

2/7
image

ઈટાલીમાં યોજાયેલા લગ્ન સમારોહ બાદ બોલિવૂડની આ સુપરસ્ટાર જોડીએ શનિવારે સાથી ફિલ્મી કલાકારો માટે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. શનિવારે મુંબઈની હોટલ ગ્રાન્ડ હયાતમાં યોજાયેલા આ અંતિમ રીસેપ્શનમાં બોલિવૂડની તમામ હસ્તીઓ હાજર રહી હતી. 

બીગ બીના ગીતો પર દીપિકા-રણવીરે કર્યો ડાન્સ

3/7
image

પાર્ટી દરમિયાન બિગ બીની ફિલ્મોના ગીતો ઉપર દીપિકા અને રણવીર સિંહે જોરદાર ડાન્સ કર્યો હતો. આ પ્રસંગે અમિતાભ બચ્ચ અને રણવીર સિંહે સ્ટેજ પર ચડીને ઠુમકા લગાવ્યા હતા તો દીપિકાએ નીચે ઊભા રહીને તેમની સાથે તાલ મિલાવ્યો હતો. 

બચ્ચન પરિવારની બહુ ઐશ્વર્યા પણ પહોંચી હતી

4/7
image

દીપિકા-રણવીરના મુંબઈના રિસેપ્શનમાં બિગ બી બહુ ઐશ્વર્યા રાય બચ્ચન, પુત્રી શ્વેતા બચ્ચન અને પત્ની જયા બચ્ચન સાથે જોવા મળ્યા હતા.

વેસ્ટર્ન લૂકમાં હતું નવપરિણીત યુગલ

5/7
image

મુંબઈના રિસેપ્શનમાં બોલિવૂડની મસ્તાની અને સિંબા પ્રથમ વખત વેસ્ટર્ન લૂકમાં જોવા મળ્યા. દીપિકા ખુલ્લા વાળ સાથે સુંદર રેડ ગાઉનમાં જોવા મળી હતી. રણવીર સિંહએ આ રિસેપ્શન પાર્ટી માટે બ્લેક થ્રી-પીસ સૂટ અને બો સાથે જેન્ટલમેન અંદાજ અખત્યાર કર્યો હતો. 

14-15 નવેમ્બરના રોજ ઈટાલીમાં થયા હતા લગ્ન

6/7
image

અમિતાભ ઉપરાંત રણવીર સિંહે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન અને મલાઈકા અરોરાના ગીત 'છૈંયા છૈંયા' પર પણ જોરદાર ડાન્સ કર્યો હતો. આ ગીતમાં તેની સાથે દીપિકા અને શાહરૂખે સ્ટેજ ગજવ્યું હતું. 

ઈટાલીના લેક કોમોમાં યોજાયા હતા લગ્ન

7/7
image

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમો ખાતે યોજાયા હતા. આ બંનેએ અહીં કોંકણી અને સિંધી રીત-રિવાજ અનુસાર બે વખત લગ્ન કર્યા હતા. તેમણે લગ્ન સમારોહમાં માત્ર અંગત પરિજનોને જ બોલાવ્યા હતા.  (ફોટો સાભારઃ srbachchan.tumblr.com)