દીપિકા પાદુકોણના સ્વાગતમાં નણંદે આપી શાનદાર પાર્ટી, કોકટેલ લુક થયો Viral

દીપિકા પાદુકોણ એકવાર ફરી સબ્યસાચી મુખર્જીના કલેક્શનમાં જોવા મળી તો આ પાર્ટીમાં રણવીર આંખોમાં આંજણ અને ગળામાં હાર પહેરીને જોવા મળ્યો હતો. 

બોલીવુડમાં થયેલી પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાકુદોણના લગ્નની ઉજવણી બંધ થવાનું નામ લેતી નથી. મુંબઈમાં 24 નવેમ્બરે રણવીર સિંહની બહેન રિતિકા ભવનાનીએ ભાઈ અને ભાભી માટે એક ગ્રાન્ડ પાર્ટી રાખી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. દીપિકા પાદુકોણ એકવાર ફરી સબ્યસાચી મુખર્જીના કલેક્શનમાં જોવા મળી તો આ પાર્ટીમાં રણવીર આંખોમાં આંજણ અને ગળામાં હાર પહેરીને જોવા મળ્યો હતો. 

1/7
image

14 અને 15 નવેમ્બરે ઈટાલીમાં બે રીતિ-રિવાજોથી લગ્ન કર્યા બાદ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પરત આવી ગયા છે. 21 નવેમ્બરે દીપિકાના માતા-પિતાએ નવા કપલ માટે બેંગલુરૂમાં રિસેપ્શન પાર્ટી રાખી હતી. દીપિકા-રણવીરના લગ્નની ઉજવણી હજુ 1 ડિસેમ્બર સુધી ચાલશે. 

2/7
image

24 નવેમ્બરે રણવીર સિંહની બહેને બંન્નેના સ્વાગતમાં મુંબઈમાં કોકટેલ પાર્ટી રાખી જેમાં દીપિકાએ ફરી એકવાર સબ્યસાચીનો ડ્રેસ પહેર્યો. 

3/7
image

રેડ અને પિંક કલરના લહેંગા પર દીપિકાએ ફ્યૂઝન મેકઅપ અને હેર સ્ટાઇલ કરી. દીપિકાનો આ કોકટેલ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

4/7
image

બહેનની પાર્ટીમાં રણવીરે ખૂબ મસ્તી કરી. રણવીર આ પાર્ટીમાં પોતાની દુલ્હન દીપિકાની સાથે ડીજેના તાલ પર નાચતો જોવા મળ્યો. 

5/7
image

ઈટાલીમાં થયેલા લગ્ન અને બેંગલુરૂ રિસેપ્શનમાં રોયલ લુકમાં જોવા મળેલા રણવીરે બહેનની પાર્ટીમાં એકદમ રોકિંગ સ્ટાઇલ કરી. 

રોયલ લુકમાં જોવા મળ્યા દીપિકા અને રણવીર

6/7
image

કલરફુલ શેરવાનીની સાથે રણવીરે આઈ મેકઅપ કર્યો અને ગળામાં હાર પણ પહેર્યો હતો. પાર્ટીમાંથી સામે આવેલા વીડિયોમાં રણવીર ખૂબ મસ્તી કરી રહ્યો છે. 

 

28 નવેમ્બરે મુંબઈમાં લગ્નની પાર્ટી આપશે

7/7
image

મહત્વનું છે કે, બેંગલુરૂ બાદ રણવીર અને દીપિકા 28 નવેમ્બરે મુંબઈમાં લગ્નની પાર્ટી આપશે. આ પાર્ટી માટે ઘણા સિતારાને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

(ફોટો સાભાર : @sabyasachiofficial)