દીપિકા અને રણવીરના લગ્નની અંદરની ખાસ તસવીરો

1/7
image

મળતી માહિતી પ્રમાણે લગ્નમાં દીપિકાએ કોંકણ સફેદ અને ગોલ્ડન સાડી પહેરી છે. આ જોડીએ પોતાના લગ્નને સંપૂર્ણ પ્રાઇવેટ રાખ્યા છે જેના કારણે લગ્નની એક પણ તસવીર જાહેર નથી થઈ. 

2/7
image

લગ્ન પછી રણવીર અને દીપિકાના ખાસ મિત્ર કરણ જોહરે આ જોડીને વધામણા આપ્યા છે. કરણ જોહરના આ ટ્વીટને જોડીના ચાહકોએ ઉત્સાહથી વધાવી લીધું છે. 

 

3/7
image

ગુરુવારે આ જોડી સિંધી રિવાજ પ્રમાણે લગ્ન કરશે. આ લગ્નમાં દીપિકા રેડ અને ગોલ્ડન રંગનો સબ્યસાચીએ ડિઝાઇન કરેલો લહેંગો પહેરશે. .

4/7
image

2014માં રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની 'રામ-લીલા'ના સેટ પર આ જોડી વચ્ચે અફેરની શરૂઆત થઈ. આ જોડી `ગોલિયોં કી રાસલીલા : રામ-લીલા` સિવાય `બાજીરાવ-મસ્તાની` અને `પદ્માવત`માં સાથે જોવા મળી હતી.

5/7
image

લગ્ન પછી 28 નવેમ્બરે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં રિસેપ્શન રાખવામાં આવ્યું છે. આ રિસેપ્શન કાર્ડ પણ લગ્નના કાર્ડ જેટલું જ ભવ્ય છે.

6/7
image

ઇટાલીના ખૂબસુરત લેક કોમો ખાતે દીપિકા-રણવીરના લગ્નમાં બહુ પસંદગીના મહેમાનોને જ બોલાવવામાં આવ્યા હતા. 

7/7
image

સિંગર હર્ષદીપ કૌરે આ રણવીર અને દીપિકાના લગ્નના સંગીતમાં `કબીરા`, `દિલબરો` અને `બન્નો રી બન્નો` જેવા ગીતો ગાઈને ચાર ચાંદ લગાવી દીધા હતા. (ફોટો સાભાર : deepveer.news/instagram)