સાવધાન....! સેલ્ફીનો શોખ તમને ગંભીર બીમારીનો બોગ બનાવી શકે છે...!

આજકાલ સોશિયલ નેટવર્કિંગના જમાનામાં બાળકો હોય કે પછી મોટેરા, દરેક વયજૂથના લોકોમાં સેલ્ફી લેવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, દરેક જણ થોડા-થોડા સમયે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા જોવા મળે છે 

કોઈ લગ્નનું ફંક્શન હોય કે પછી પાર્ટી કે પછી ઓફિસમાં કામ કરતા હોય, લોકોમાં સેલ્ફી લેવાની જાણે કે હરિફાઈ જામી છે. સ્માર્ટફોનમાં મળતા ફીચર્સે લોકોને સેલ્ફી લેવા માટે વધુ પાગલ કરી દીધા છે. જો તમે પણ સેલ્ફી લેવાનો શોખ ધરાવો છો તો સાવચેત થઈ જશો, કેમ કે આ શોખ તમને ગંભીર બીમારીનો ભોગ પણ બનાવી શકે છે. 

આ પોઝિશનનો ઉપયોગ ન કરો

1/4
image

જો તમે હાથને લાંબો ખેંચીને, કાંડાને અંદરથી તરફ વાળીને કૂદો છો, ખડકો પર ઊભા રહીને સેલ્ફી ખેંચો છો તો આ બાબત તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કેમ કે આ દરમિયાન જો તમારું સંતુલન યોગ્ય ન રહે તો પડી જવાને કારણે કાંડામાં ગંભીર ઈજા પહોંચી શકે છે. એટલા માટે જ તબીબોએ આ પ્રકારની સ્ટાઈલમાં સેલ્ફી ન લેવાની સલાહ આપી છે. 

જેટલી હિમ્ત, એટલી વાહ-વાહ

2/4
image

નિષ્ણાતો જણાવે છે કે સેલ્ફી લેવામાં વ્યક્તિ જેટલી હિમ્મત દેખાડે છે, તેટલી જ તેની પ્રશંસા થતી હોય છે. આ પ્રકારની સેલ્ફીથી તેને પોતાના મિત્રવર્તુળમાં તાત્કાલિક સ્વિકૃતિ મળે છે. ડોક્ટરોએ જણાવ્યું કે, 'આપણે એક એવા યુગમાં પહોંચી ગયા છીએ જેમાં મોબાઈલ જીવનનો એક ભાગ બની ગયો છે. વાસ્તવિક માનવીય સંપર્ક લગભગ નહીં જેવો થઈ ગયો છે. જોકે, ટેક્નોલોજીએ દરેકનું જીવન સરળ બનાવ્યું છે, પરંતુ તેની સાથે-સાથે તેની એક ગંભીર મર્યાદા પણ છે.'

માનસિક અને શારીરિક સમસ્યાઓ

3/4
image

મોબાઈલમાં સેલ્ફી ખેંચીને તાત્કાલિક સોશિયલ મીડિયા પર અપલોડ કરવો અને પછી કેટલા લોકો તેને લાઈક કરે છે તે જોવાની લ્હાય લોકોની માનસિક સ્થિતિ પર અસર કરે છે. સાથે જ કાંડામાં મોબાઈલ પકડીને જુદી-જુદી રીતે તેને વાળીને સેલ્ફી લેવામાં કાંડાને નુકસાન પહોંચવાની સંભાવના રહે છે. એટલે કે શારીરિક રીતે પણ આ ક્રિયા નુકસાનકારક છે. વારંવાર કાંડાવડે મોબાઈલ પકડીને સેલ્ફી લેવામાં કાંડાનો દુખાવો પણ થઈ શકે છે.

ત્વચાને પણ કરી શકે છે નુકસાન

4/4
image

ત્વચાના નિષ્ણાતોનું માનવું છે કે, ચહેરા પર સતત સ્માર્ટફોનની લાઈટ અને ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેમાં ઉંમર વધવાની સાથે ચહેરા પર કરચલીઓનું પ્રમાણ વધી શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, વધુ પડતી લાઈટ ચહેરા પર પડવાને કારણે ચહેરાની ઉંમર પણ ઝડપથી વધવા લાગે છે એટલે કે તમે વહેલા ઘરડા દેખાવા લાગો છો.