30 અબજના ખર્ચે બનેલું છે દુબઈનું ક્રિકેટ સ્ટેડિયમ, તેની વિશેષતાઓ જાણીને રહી જશો દંગ

ગમે તેટલો વરસાદ પડશે તો પણ મેચ અટકશે નહીં, દુનિયાની અત્યાધુનિક લક્ઝી સુવિધાઓથી સજ્જ છે દુપઈ સ્પોર્ટ્સ સિટી ક્રિકેટ સ્ટેડિયમ

દુબઈઃ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એશિયા કપની મેચ રમાઈ રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પણ આ સ્ટેડિયમમાં જ રમાવાની છે. ભારત-પાકિસ્તાનની મેચ હોય એટલે દરેક ક્ષણ રોમાંચક ગણાય છે. હવે જો આવી રસપ્રદ મેચમાં વચ્ચે વરસાદ પડી જાય તો ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થઈ જાય. ક્રિકેટના પ્રશંસકો માટે આ બંને ટીમ વચ્ચેની મેચ સિવાય અન્ય કોઈ મુકાબલો મોટો ન હતો. આ જ કારણ છે કે, ભારત-પાકિસ્તાનની મેચને હાઈવોલ્ટેજ ગેમ કહેવાય છે. આથી, જરૂરી છે કે મેચ એવી રીતે રમાય કે તેને કોઈ રોકી ન શકે. દુબઈ ક્રિકેટ સ્ટેડિયમની આ જ વિશેષતા છે કે અહીં ગમે તેટલો વરસાદ પડે તો પણ મેચ અટકશે નહીં. 

વરસાદ પણ મેચ રોકી શકશે નહીં

1/6
image

2009માં બનીને તૈયાર થયેલા આ સ્ટેડિયમની ડિઝાઈન એવી રીતે બનાવાઈ છે કે અહીં ગમે તેટલો વરસાદ પડે, મેચ અટકશે નહીં. આ સ્ટેડિયમની એ વિશેષતા છે કે જેને બીજા સ્ટેડિયમથી અલગ બનાવે છે. વાત એમ છે કે, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ફીટ કરવામાં આવેલી ફ્લડ લાઈટ્સને સ્ટેડિયમની છત પર લગાવવામાં આવી છે. અહીં કોઈ થાંભલો નથી. સાથે જ વરસાદ પડતાં સ્ટેડિયમની છત આપમેળે જ બંધ થઈ ઝશે. આ જ કારણ છે કે, અહીં વરસાદનું ટીપું પણ પડવાનું જોખમ નથી અને વિના વિઘ્ન મેચ ચાલતી રહેશે. 

મલ્ટીપર્પઝ સ્ટેડિયમ

2/6
image

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમને મોટાભાગના લોકો દુબઈ સ્પોર્ટ્સ સિટી ક્રિકેટ સ્ટેડિયમના નામથી ઓળખે છે. આ એક મલ્ટીપર્પઝ સ્ટેડિયમ છે. જોકે, તેનો વધુ પડતો ઉપયોગ ક્રિકેટ માટે જ થાય છે. યુએઈના ત્રણ સ્ટેડિયમ શારજાહ, શેખ ઝાયદ સ્ટેડિયમ બાદ આ તૈયાર કરાયું છે. સ્ટેડિયમમાં 25,000 દર્શકોના બેસવાની ક્ષમતા છે, પરંતુ જો જરૂર પડે તો તેને વધારીને 55,000 કરી શકાય છે. એટલે કે, વધુ 30,000 દર્શકોના બેસવાની વ્યવસ્થા થઈ શકે છે. 

30 અબજના ખર્ચે બન્યું છે સ્ટેડિયમ

3/6
image

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ વર્ષ 2009માં બનીને તૈયાર થયું હતું. તેના નિર્માણ પાછળ લગભગ રૂ.30 અબજનો ખર્ચ થયો છે. આ સ્ટેડિયમમાં અનેક પ્રકારની લક્ઝરી સુવિધાઓ છે. સ્ટેડિયમની માલિકી દુબઈ પ્રોપર્ટીઝની છે. દુબઈ સ્ટેડિયમ લગભગ 52 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. 

કેવી-કેવી વિશેષતાઓ

4/6
image

દુબઈના આ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ફાઈવ સ્ટાર હોટલ પણ આવેલી છે. એટલે કે, ફાઈવ સ્ટાર હોટલ ધરાવતું આ દુનિયાનું પ્રથમ સ્ટેડિયમ છે. આ ઉપરાંત અહીં એક રિસોર્ટ પણ છે. અહીં ઈન્ડોર ક્રિકેટની સાથે જ ઓપન માર્કેટ પણ છે. આ ઉપરાંત, દુનિયાનું અત્યાધુનિક જિમ, 6 સ્વિમિંગ પુલ, 4 હજાર કારનું પાર્કિંગ, 50,000 દર્શકોની ક્ષમતાથી સજ્જ આ સ્ટેડિયમની લાઈટિંગ પણ તેને સૌથી વધુ આકર્ષક બનાવે છે. 

350 ફ્લડ લાઈટથી સજ્જ છે સ્ટેડિયમ

5/6
image

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં લગભગ 350 ફ્લડ લાઈટ ફીટ કરાયેલી છે. આ લાઈટ્સને 'રિંગ્સ ઓફ ફાયર' નામ અપાયું છે. કેમ કે, તે છતના કિનારા પર ફીટ કરેલી છે. તેને થાંભલાને બદલે છત પર એવી રીતે ડિઝાઈન કરાઈ છે કે જ્યારે તે સળગે છે તો ઉપર કે નીચેથી જોતાં તે એક વીંટી જેવી દેખાય છે. સળગતી લાઈટને ગોળ ઘેરાવામાં જોતાં એવું લાગે છે જાણે કે એક રિંગમાં આગ લાગી હોય. 

બીજા સ્ટેડિયમથી અલગ હોવાનું કારણ

6/6
image

આ સ્ટેડિયમમાં કોઈ પણ પ્રકારનો પડછાયો પડતો નથી. છત પર ફીટ કરવામાં આવેલી લાઈટ્સને કારણે ખેલાડીઓને પણ પ્રકાશ નડતો નથી. અહીં, આ છત એવી ફોલ્ડિંગ બનાવાઈ છે, જેને જરૂર પડે ત્યારે ઉપરથી સમગ્ર સ્ટેડિયમને કવર કરી શકાય છે. વરસાદ દરમિયાન સ્ટેડિયમને સંપૂર્ણપણે ઢાંકી શકાય છે. આ કારણે, તે દુનિયાભરના અન્ય સ્ટેડિયમ કરતાં તે અલગ પડે છે.