વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2019, જૂઓ એક્સક્લૂસિવ તસવીરો
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2019નો 18 જાન્યુઆરીના રોજ રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે રંગારંગ પ્રારંભ થશે. ત્યારે જૂઓ વાઈબ્રન્ટમાં પધારેલા દેશ-વિદેશના મહેમાનો માટે કેવી ઝાકઝમાળ તૈયારીઓ કરવામાં આવી છે
ગાંધીનગરઃ રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ગુજરાતમાં વિદેશી રોકાણને આકર્ષવા માટે દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું તારીખ 18 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી એમ ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે. સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, પ્રતિનિધિ મંડળ વગેરે હાજરી આપવાના છે. તેના માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ( તમામ તસવીરોઃ પ્રવીણ ઈન્દ્રેકર)
વર્ષ 2003થી શરૂઆત
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત વર્ષ 2003માં કરવામાં આવી હતી. ત્યાર બાદથી સતત દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવામાં આવે છે.
વાઈબ્રન્ટ લાવે છે મોટું રોકાણ
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વૈશ્વિક રોકાણને આર્ષવા માટે આયોજિત કરાય છે. જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટ-અપ કંપનીઓ, રોકાણકારો અને વિવિધ સરકારી વિભાગો ભાગ લેતા હોય છે.
મહાત્મા મંદિર ખાતે યોજાશે સેમિનાર
ગાંધીનગર શહેરમાં મહાત્મા મંદિરની પાસે બનાવાયેલા વિશેષ ડોમમાં વિવિધ સેમિનારનું આયોજન કરાશે.
15 પાર્ટનર કન્ટ્રી
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 15 દેશ ભાગીદાર બન્યા છે. તેમની હાજરીમાં વિવિધ સમિટનું આયોજન કરાશે.
115થી વધુ દેશના ડેલિગેશન્સ
વાઈબ્રન્ટ સમિટમાં 115થી વધુ દેશના પ્રતિનિધીમંડળ સમિટના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા આવવાના છે. તેમના માટે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ આયોજન કરાયા છે.
45થી વધુ ગ્લોબલ CEO
વાઈબ્રન્ટ સમિટ ગુજરાતમાં વિદેશી રોકાણને આકર્ષવા માટે આયોજિત કરાય છે. આથી, તેમાં દુનિયાભરની ટોચની કંપનીઓના લગભગ 45 જેટલા CEO પણ ભાગ લેવા આવવાના છે.
દેશની 19 ટોચની કંપનીઓ
આ સમિટમાં ભારતની ટોચની 19 કંપનીઓના ઉદ્યોગ સંચાલકો પણ ભાગ લેવા આવશે.
26,000થી વધુ કંપની
વાઈબ્રન્ટ સમિટ-2019માં આ વખતે 26,000થી વધુ કંપનીઓ ભાગ લેવાની છે અને તેના માટે 30,000થી વધુ વ્યક્તિગત રજિસ્ટ્રેશન નોંધાયા છે.
કરાશે મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેનારા વિવિધ દેશો અને કંપનીઓ સાથે રાજ્યમાં રોકાણ માટે એમઓયુ કરવામાં આવશે.
રાજ્યમાં આવશે મોટું રોકાણ
વાઈબ્રન્ટ ગુજરાત સમિટને કારણે રાજ્યમાં મોટાપાયે વિદેશી રોકાણ આવે છે. દર બે વર્ષે યોજાતી આ ઈવેન્ટને કારણે રાજ્યમાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓએ રોકાણ કર્યું છે અને રાજ્યના યુવાનોને રોજગાર પૂરો પાડ્યો છે.
વિવિધ લાઈટિંગથી સજ્યું પાટનગર
વાઈબ્રન્ટ સમિટના કાર્યક્રમને લઈને ગાંધીનગર શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો રાત્રે ઉમટી પડે છે.
સેક્ટર-17 ખાતે ટ્રેડ શોનું આયોજન
વાઈબ્રન્ટ સમિટની સાથે-સાથે સેક્ટર-17 ખાતે બનાવવામાં આવેલા વિવિધ ડોમમાં ટ્રેડ શોનું આયોજન પણ કરવામાં આવે છે. આ ટ્રેડ શોમાં દેશ-વિદેશની કંપનીઓ અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ખોલવામાં આવે છે અને અહીં તેમની ઉપલબ્ધીઓ અને ઈનોવેશન દર્શાવામાં આવે છે. (તમામ તસવીરો - પ્રવીણ ઈન્દ્રેકર)
Trending Photos