Ganesh Mahotsav 2022: બોલીવુડ સ્ટાર્સના ઘરે પધાર્યા ગણપતિ બપ્પા, જુઓ વિધ્નહર્તાની વિવિધ તસવીરો

Bollywood Ganesha: બોલીવુડમાં આ વર્ષે પણ ધુમધામથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના કાળ બાદ આ વર્ષે બોલીવુડ સ્ટાર્સ ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરી રહ્યા. આવો જોઈએ તસવીરોમાં કે કેવી રીતે બાપ્પાની ભક્તિ કરી રહ્યા છે બોલીવુડના સિતારાઓ.

 

 

સોનુ સૂદ

1/6
image

સોનુ સૂદે પણ પોતાના ઘરે ગણપતિ સ્થાપના કરી છે. જેની તસવીર તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં ખૂબ જ સરસ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે.  

શ્રદ્ધા કપૂર

2/6
image

શ્રદ્ધા કપૂરે ઘરે ભાવપૂર્વક ગણપતિજીને પધરાવ્યા છે. મરાઠી અવતારમાં ગણપતિ દાદા સાથે તસવીર શેર કરીને શ્રદ્ધાએ કહ્યું કે આ તેનો માનીતો તહેવાર છે.  

શિલ્પા શેટ્ટી

3/6
image

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ધૂમધામથી ગણપતિજીની પૂજા કરી તેમનું ઘરે સ્વાગત કર્યું છે.શિલ્પાએ પતિ, દીકરા અને દીકરી સાથેની આ ખૂબસુરત તસવીર તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

(image courtsey: instagram and twitter)

શાહરુખ ખાન

4/6
image

શાહરુખ ખાને તેના ઘરે ગણપતિની સ્થાપના કરી છે. શાહરુખ ખાને તેનો અને સૌથી નાના દીકરા અબરામનો ગણપતિજીની સામે બેસીને ફોટો શેર કર્યો છે. સાથે જ તેણે લખ્યું છે કે, મને આ પ્રસંગે બનાવવામાં આવેલા મોદક ખૂબ જ પસંદ આવ્યા છે.

હેમા માલિની

5/6
image

દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ તેમના ઘરે ગણેશ સ્થાપના કરી છે અને ચાહકો સાથે તેની તસવીરો શેર કરી છે. હેમા માલિનીએ લખ્યું છે કે, તેમના ઘરે બાપ્પા 10 દિવસ રહેવાના છે અને અમે તેના માટે ખાસ તૈયારી કરી છે.  

દિયા મિર્ઝા

6/6
image

અભિનેતી દિયા મિર્ઝાએ તેના ઘરે ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી છે. જેની સાથેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. દિયા મિર્ઝાના ઘરે ગણપતિનું ખૂબ જ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે.