ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ, જુઓ કયા કેન્દ્રનું કેટલું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું. રાજ્યનું પરિણામ 55.55 ટકા જાહેર થયું છે.

 

1/12
image

રાજ્યનું પરિણામ 55.55 ટકા જાહેર થયું છે. બોર્ડની વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. જ્યારે માર્કશીટ અને પ્રમાણપત્રનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો પરથી સવારે 11થી 4 વાગ્યા સુધી થશે.પરિણામ આજે નિર્ધારીત સમય કરતા વહેલું વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે. પરિણામ સવાર 8 વાગે જાહેર થવાનું હતું. રાજ્યમાં 505 કેન્દ્રો પર 4 લાખ 76 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે અમદાવાદમાં 5 ઝોન,31 કેન્દ્રો તથા 117 પરીક્ષાસ્થળો પર 32 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

2/12
image

આ વખતે સૌથી વધુ પરિણામ સુરતના નાનપુરા બ્લાઈન્ડ કેન્દ્રનું 100 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ લુણાવાડાના મહીસાગર કેન્દ્રનું 11.74 ટકા આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી 206 શાળાઓ છે, જ્યારે 76 શાળાઓનું પરિણામ 10 ટકાથી ઓછું આવ્યું છે. ડાંગ જિલ્લાનું સૌથી વધુ 77.32 ટકા જ્યારે છોટા ઉદેપુરનું સૌથી ઓછું 31.54 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓનું 63.71 ટકા અને વિદ્યાર્થિનીઓનું 74.68 ટકા પરિણામ આવ્યું છે. એટલે કે આ વખતે પણ વિદ્યાર્થીઓએ બાજી મારી છે.

3/12
image

4/12
image

5/12
image

6/12
image

7/12
image

8/12
image

9/12
image

10/12
image

11/12
image

12/12
image