જય જય અંબે! આવતીકાલથી શરૂ થનારા ભાદરવી પૂનમના મેળામાં પગપાળા જતા ભક્તોને મળશે આ ખાસ સુવિધા

Bhadaravi Poonam અલકેશ રાવ/બનાસકાંઠા : અંબાજીમાં આવતી કાલથી ભાદરવી પૂનમનો મહામેળો ભરાશે... લાખો પદયાત્રીઓ ઉમટી પડશે અંબાજીમાં.... 7 દિવસના મેળામાં 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા.... અંબાજી ધામ લાઈટ ડેકોરેશનથી ઝગમગી ઉઠ્યું.... બનાસકાંઠાના અંબાજીના મેળામાં યાત્રિકો માટે 40 લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન....મેળા દરમિયાન જરૂરીયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામા આવશે.... માઇભક્તોને માતાજીનો મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા...

1/8
image

23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાવવાનો છે ત્યારે લાખો ભક્તો પગપાળા ચાલીને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે ત્યારે પગપાળા અંબાજી જઈ રહ્યા માઇ ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર -ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો બનાવવાનું શરૂ કરી દેવાયું છે જયાં ભક્તો માટે ચા -નાસ્તા ,ભોજન સહીત આરામ જેવી અનેક સગવડો પુરી પાડવામાં આવશે તો સેવા કેમ્પોના સંચાલકો પદયાત્રીઓની સેવા કરવા આતુર બન્યા છે.

2/8
image

શક્તિ ભક્તિ અને અસ્થાના કેન્દ્ર સમા વિશ્વ પ્રસિદ્ધ માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવીનો મહામેળો યોજાવવાનો છે ત્યારે . ગુજરાતભરમાંથી અને બહારના રાજ્યમાંથી પણ અનેક ભક્તો અંબાજીના દર્શને કરવા પગપાળા યાત્રા કરશે ત્યારે લાંબું અંતર કાપીને આવતાં ભક્તોની સેવા કરવી એ પણ મહામૂલો અવસર છે એમ માનીને અનેક સેવાર્થીઓ પણ તેમને માટે અંબાજીના માર્ગો ઉપર રાહત અને સેવા કેમ્પોમાં બનાવી રહ્યાં છે. ચાલતાં આવતાં ભક્તોની સેવા માટે ઉત્તર ગુજરાતના રસ્તાઓ પર ‘ફાઈવ સ્ટાર’ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પદયાત્રીઓને જમવાની, આરામની સુવિધા, ઠંડુ પાણી, દવાઓ, પગને આરામ આપવા માટે મસાજ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

3/8
image

દૂરદૂરથી પદયાત્રીઓ હાથમાં ધજા, માંડવડી, તો રથ સાથે અનેક કિલોમીટરનું અંતર કાપે છે. ત્યારે માર્ગમાં તેમની સેવામાં અનેક સેવા કેમ્પો માટે સેવકો જાણે રાહ જોતાં હોય તેમ ભાવથી શામિયાણામાં લઇ જઇને ભાવપૂર્વક ચા-નાસ્તો અને ચોખ્ખા ઘી ના શીરા સાથેનું પાકું ભોજન કરાવે છે. કોઇ દવા આપે તો કોઇ પગની માલીશ કરી આપે છે. પદયાત્રાએ જતાં માઇભક્તોની સેવા માટે જાણે ‘મા’ જ તેના દૂત મોકલ્યા હોય તેવા સાક્ષાત દર્શન આ સેવાધારીઓ કરતા હોય છે.ત્યારે ભક્તો માટે વિશાળ સામીયાણા બનાવવામાં આવી રહ્યા છે ઉપરાંત ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આ સેવા કેમ્પમાં આયોજન કરવામાં આવી રહ્યું છે.

4/8
image

સેવા કેમ્પના આયોજક હિતેશ ઠક્કરે જણાવ્યું કે, અમે છેલ્લા 16 વર્ષથી આ કેમ્પનું આયોજન કરીયે છીએ અમે ભોજન પ્રસાદ તેમજ આરામ ની સગવડ પુરી પાડીએ છીએ. અમે ભક્તોને દેશી ઘીની બુંદી, શાક રોટલી અને અન્ય વાનગીઓ બનાવીને પ્રેમથી ખવડાવીએ છીએ.   

5/8
image

ભક્તો ને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સેવા કેમ્પો ભક્તોની દરેક બાબતનો ખ્યાલ રાખીને ભક્તો સેવા કેમ્પો બંધાઈ રહ્યા છે.ત્યારે અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન માં જગદંબા ના દર્શન કરવા માટે લોકો નું ઘોડાપુર ઉમટ છે સમગ્ર રસ્તાઓ માં અંબાના જયઘોષ ના નાદ થી ગુંજી ઉઠશે. ભાદરવી પૂનમના મહામેળોને લઈને અંબાજીના માર્ગો ઉપર સેવા કેમ્પો બંધાઈ રહ્યા છે. 

6/8
image

7/8
image

8/8
image