ગુજરાતનો એક એવો ગૌરવશાળી ઈતિહાસની સાક્ષી પૂરતો મહેલ....જોવામાં લાગે જાણે વિંછી જેવો, Photos

આ મહેલને હાલ તો હેરિટેજ  હોટલ અને હોમસ્ટે પ્રોપ્રટીમાં ફેરવવામાં આવ્યો છે. આ મહેલ વિશે ખાસ જાણવા જેવું છે.  

1/4
image

આપણું ગુજરાત રાજ્ય ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવે છે. એવા અનેક સ્થળો તમને જોવા મળશે જ્યાં આજે પણ સદીઓથી સચવાયેલો ઈતિહાસ ડોકિયા કરતો નજરે ચડે છે. ગુજરાતમાં એવા તમને અનેક મહેલો જોવા મળશે જે રાજ્યના ગૌરવશાળી ઈતિહાસની સાક્ષી પૂરે છે. આવો જ એક મહેલ છે દોલત વિલાસ મહેલ. આ મહેલને હાલ તો હેરિટેજ  હોટલ અને હોમસ્ટે પ્રોપ્રટીમાં ફેરવવામાં આવ્યો છે. આ મહેલ વિશે ખાસ જાણવા જેવું છે. (તસવીર સાભાર-ગૂગલ)

2/4
image

દૌલત વિલાસ મહેલ એ ગુજરાતના હિંમતનગરમાં આવેલો છે. મહેલની અધિકૃત વેબસાઈટ પર મૂકાયેલી માહિતી મુજબ મહારાજ શ્રી માનસિંહે આ પેલેસને વિંછીના શેપમાં બનાવડાવ્યો હતો. તેઓ ઈડરના મહારાજા દૌલત સિંહજીના બીજા પુત્ર હતા મહેલને 1920-1930ના વચ્ચે બનાવવામાં આવ્યો હતો. આ મહેલને કોઈ વિંછી જેવો કહે છે તો કોઈ કિલ્લા જેવો કહે છે. મહેલ દેશના અન્ય મહેલો કરતા બિલકુલ અલગ દેખાય છે. (તસવીર સાભાર-ગૂગલ)

3/4
image

આ એક એવો મહેલ છે કે જો તમે તેનું બાંધકામ જુઓ તો આ મહેલના મધ્ય ભાગમાં વિંછીનો ફેસ,  બોડી જોતા હોવ તેવું જણાશે. જે ફ્રન્ટ ગેલેરી છે તે પેલેસના બીજા ભાગમાં રહલી બે ઈમારતોની સાથે જોડવામાં આવી છે. આ તમે જોશો તો એવું લાગશે જાણે વિંછીના પંજા છે. આ બંને ઈમારતો તખત ભવન અને પ્રતાપ ભવન તરીકે જાણીતા છે. આ જ ગેલેરી અન્ય બે ઈમારતોને પણ સાંકળે જેનું નામ છે માન ભવન અને ઉમેગ ભવન. બાંધકામ જોશો તો તમને વિંછીના પાછળના પગ જણાશે. (તસવીર સાભાર-ગૂગલ)

4/4
image

અત્રે જણાવવાનું કે ઈડરમાં પણ દૌલત વિલાસ પેલેસ છે. જેને મહારાજા દૌલત સિંહે ઈસ. 1922-28માં બનાવડાવ્યો હતો. જેને લાવાદુર્ગા પણ કહે છે. આ મહેલ ઊંચાઈ પર આવેલો હોવાના કારણે ત્યાં જવા 700 પગથિયા ચડવા પડે છે. (તસવીર- dowlatvillaspalace.com)