Photos : વરસાદમાં સોળે કળાએ ખીલ્યો ગીરા ધોધ, આસપાસ સ્વર્ગ જેવો માહોલ જોવા મળ્યો

ડાંગમાં ધોધમાર વરસાદથી જીવંત થયો ગીરા ધોધ... ધોધમાંથી પડતા પાણીથી સર્જાયો અદભૂત નજારો... સોળે કળાએ ખીલી કુદરત

સ્નેહલ પટેલ/નવસારી :કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં વરસાદ (gujarat rain) ની શરૂઆત થતા જ ગુજરાતભરમાંથી પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં હરવા ફરવા માટે આવતા હોય છે. ત્યારે ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદથી ડાંગ જિલ્લાના સૌદર્યમાં વધારો થયો છે. ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને લઈને ગીરા ધોધ, મહાલ કેમ્પ સાઇટ સાપુતારા, ડોન, સહિત ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો ઉપર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા પ્રખ્યાત ગીરા ધોધ (Gira falls) સોળે ખીલી ઉઠ્યો છે.
 

1/3
image

ડાંગ (dang) માં વરસેલા વરસાદથી અંબિકા નદી ઉપર આવેલ ગીરાધોધ નો સુંદર નજારો જોવા મળી રહ્યો છે. ચારે બાજુથી આવતા વરસાદી પાણીથી સતત વહેતા ગીરા ધોધના ઘસમસતા વહેણને નિહાળવા માટે દુરદુરથી પ્રવાસીઓ ઉમટતા હોય છે. આ વખતે સરકાર દ્વારા થોડી છૂટછાટો મળતા જ ડાંગ જિલ્લામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. 

2/3
image

આ ચોમાસામાં પહેલીવાર ગીરા ધોધ જીવંત બન્યો છે જેનાથી આજુબાજુનો માહોલ સ્વર્ગ જેવો લાગી રહ્યો છે. 

3/3
image

ડાંગમાં ધોધમાર વરસાદથી જીવંત થયો ગીરા ધોધ... ધોધમાંથી પડતા પાણીથી સર્જાયો અદભૂત નજારો... સોળે કળાએ ખીલી કુદરત